//

ઘરે પારણું બંધાયું હોવા છતાં ફરજ પર અડગ છે આ પોલીસ જવાન

લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં જીવના જોખમે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે વાત કરીએ એવા પોલીસ કર્મીની જે લોકોની સુરક્ષા, સલામતી અને સેવા સૌથી મોખરે રાખવાના વચનને નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. સમગ્ર દેશ સહિત જામનગરમાં કોરોનાના સંક્રમણને રોકવા લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે જામનગર જિલ્લાના બેડી મેરિન પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીના ઘરે પુત્ર રૂપી પારણું બંધાયું છે પરંતુ તેઓ પોતાની ફરજ પર અડગ છે સુરક્ષાની જાળવણીને લઈને બંદોબસ્તમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હોવાથી તે પોતાના ઘરે પણ જઈ શકતા નથી જામનગર જિલ્લાના બાલંભડી ગામના વતની સૂર્યરાજસિંહ કાળુંભા જાડેજા હાલ બેડી મેરિન પોલીસ સ્ટેશમાં ફરજ બજાવે છે અને હાલમાં જામનગર ખાતે બેડી બંદર વિસ્તારમાં લોકડાઉનના પગલે બંદોબસ્તમાં છે. હાલમાં જેમને પોતાની પત્નીની પાસે હોવું જોઈએ પરિવાર પાસે હોવું જોઈએ ત્યારે આ પોલીસ જવાન લોકોની સુરક્ષા ને લઈને ચિંતિત છે અને ફરજનિષ્ઠ બની ફરજ પર તૈનાત છે. આવા સંજોગોમાં એક સામાન્ય માણસ પિતૃ વાત્સલ્ય પણ ઝંખે તે સ્વાભાવિક છે. આવા સંજોગોમાં સામાન્ય માણસ પોતાના બાળકને જોવા માટે તલ પાપડ થઇ જાય છે. પરંતુ 2014 માં સૂર્યરાજસિંહ જાડેજા પોલીસ ખાતામાં ભરતી થયા તે વખતે શપથ લીધા હતા. જેમાં લોકોની સુરક્ષા, સલામતી અને સેવા સૌથી મોખરે હશે અને તે વચનને નિભાવવા આજે આ જવાનો રોડ પર સવારથી રાત સુધી લોકોની સેવા કરી રહ્યા છે જ્યાં લોકોને સેવા પુરી પાડવાની હોય ત્યાં મદદરૂપ થઈને સેવા પણ પુરી પાડે છે. સલામ છે આવા નિષ્ઠાવાન પોલીસ જવાનોને!

Leave a Reply

Your email address will not be published.