//

પોલીસકર્મીનો રિવોલ્વરથી ગોળી મારી આપઘાત

husband committed suicide

હળવદમાં LRD જવાને ચૂંટણી ફરજ માટે અપાયેલી સરકારી રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કર્યો છે. સાપકડાં ગામના વતની અને લોકરક્ષક તરીકે મોરબી જિલ્લામાં ફરજ બજાવતાં અનિલ દાનાભાઈ ડાભીએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરતા સ્થાનિક પોલીસની ટીમે ઘરે જઇને તપાસ હાથ ધરી છે. જો કે આ LRD જવાને કેમ આવું પગલું ભર્યું તેનું હજી સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

મળતી માહિતી મુજબ, રાત્રીના LRD પોલીસકર્મી અનિલ ડાભી પોતાના હળવદના સાપકડાં ગામે પોતાના ઘરે હતાં. તે દરમિયાન અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો દોડી આવ્યાં હતાં. ત્યારબાદ અનિલ ડાભી ગંભીર હાલતમાં જોવા મળતા તેઓને તાત્કાલિક હળવદની સિવિલ હોસ્પિટલમાં લઈ જતા પહેલાં જ LRD જવાનનું મોત નીપજ્યું હતું.

આ બનાવને પગલે હળવદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવની જાણ થતા જ હળવદ પોલીસ, મોરબી એસપી એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો હળવદ ખાતે દોડી ગયો હતો.

જો કે હજી સુધી આ LRD જવાનનું આત્મહત્યા કરવાનું કારણ સામે નથી આવ્યું. મહત્વનું છે કે, જવાનના છ માસ પૂર્વે જ લગ્ન થયા હતાં. ત્યારે પોલીસકર્મીના આ પગલાથી શોકની લાગણી પ્રસરી છે. હાલમાં પોલીસે આ બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.