/

રાજ્યસભાની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિ પર શું કહ્યું વીરજી ઠુંમરે ?

કૉંગ્રેસના નેતા વિરજી ઠુમ્મર આજે રાજયસભાની ચૂંટણી અંગે નિવેદન આપ્યું છે. જેમાં તે નાયબ મુખ્યમંત્રી નિટીનપટેલના સંપર્ક માં હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ ભાજપ જે તોડફોડની નીતિ અપનવી રહ્યું છે. તેમજ કૉંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. વીરજી ઠુમ્મરે કહ્યું કે ‘હજુ સુધી પ્રદેશ પ્રમુખને પાર્ટીના હોદ્દેદારોએ રાજીનામું આપ્યું નથી. અમારો કોઈ ધારાસભ્ય પાર્ટી સાથે ગદ્દારી નહીં કરે. અમારા ધારાસભ્યોને કોઈ પણ કાર્યક્રમ ન આપવા જણાવ્યું હતું. તમામ ધારાસભ્યો સંપર્કમાં નથી. જે.વી. કાકડિયાના પરિવાર સાથે મારો સંપર્ક થયો હતો. તેમના પત્નીએ જણાવ્યું કે તેઓ સુરત ગયા છે. તેમના સંતાને પણ જણાવ્યું કે જેવો સંપર્ક થશે તે મને જણાવશે.’ વીરજી ઠુમ્મરે જણાવ્યું કે ‘ભાજપના સંપર્કમાં હું પણ છું, મને પણ મંત્રીપદ ઓફર થયું છે. મેં નીતિન પટેલને જણાવ્યું છે કે ‘તમે મુખ્યમંત્રી બનો, મને નાયબ મુખ્યમંત્રી બનવું છે. આપણે સાથે મળી કોંગ્રેસના ટેકાવાળી સરકાર બનાવીએ અને પ્રજાની સેવા કરીએ’.

Leave a Reply

Your email address will not be published.