////

નેપાળી વડાપ્રધાને જૂના નક્શા સાથે ભારતને વિજયાદશમીની આપી શુભેચ્છાઓ

આજે વિજયાદશમી હોવાથી નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીએ શુભેચ્છા સંદેશમાં નેપાળનો જૂનો નક્શો વાપર્યો. જેમાં નેપાળના માનચિત્રમાંથી લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતિક પર ઓલીનું ચિત્ર છપાયેલું છે. જેને કારણે તેઓ પોતાના જ દેશમાં નવા વિવાદમાં ઘેરાઈ ગયા છે. ત્યારે નેપાળી વડાપ્રધાન કાર્યાલય સ્પષ્ટતા કરે છે કે, સંશોધિત માનચિત્રનો આકાર નાનો છે.

જેને કારણે કેટલાક વિસ્તારો દેખાતા નથી. આ અગાઉ જૂનમાં નેપાળની સંસદે દેશના નવા નક્શાને મંજૂરી આપી હતી. જેમાં કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરાને નેપાળનો ભાગ દેખાડવામાં આવ્યા હતાં. જે ઉત્તરાખંડના પિથૌરાગઢમાં આવેલા છે.

ત્યારે ભારતે પહેલેથી જ નેપાળના આ નવા નક્શાને ફગાવ્યો છે. છ અઠવાડિયા પહેલા ઓલીએ શાળાઓમાં પણ જે પુસ્તકોમાં નવો નક્શો છપાયો હતો તે પાછા લેવાનો આદેશ આપ્યો હતો. હવે જૂના નક્શા સાથે ઓલીના શુભેચ્છા સંદેશવાળા ઘટનાક્રમને ભારતના રો ચીફ સમંતકુમાર ગોયલ અને ઓલીની મુલાકાત બાદ આવેલા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં ઓલીએ ભારતના રો ચીફ સમંતકુમાર ગોયલ સાથે એક લાંબી બેઠક કરી હતી. ત્યારબાદ તેમની પાર્ટીના જ નેતાઓએ ગુસ્સો જાહેર કર્યો હતો કે, તેઓ વિશ્વાસમાં લેતા નથી. હવે નક્શા વિવાદમાં નેપાળના વલણમાં ફેરફારનું મહત્વનું કારણ આ જ મુલાકાતને માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.