/

જીતુ વાઘાણીએ ધારાસભ્યોને એકડો ઘૂંટવાની પ્રેક્ટિસ કરવા કેમ કહ્યું ?

રાજ્યસભાની ચૂંટણીને લઇ જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપે 3 ઉમેદવાર મેદાને ઉતારતા ચૂંટણી રોમાંચિત બની છે. ત્યારે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં બેઠક યોજાઈ હતી. બંને પક્ષ રાજ્યસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ કરી રહી છે કે ધારાસભ્ય દળની આ બેઠકમાં ભાજપના ત્રણેય ઉમેદવારો હાજર રહ્યા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ધારાસભ્યોનો ક્લાસ લીધો હતો. વાઘાણીએ એકડા, બગડા અંગે ભાજપના ધારાસભ્યોને સૂચના આપી હતી. ચૂંટણી યોજાય તો એકડા, બગડામાં ભૂલ ન થાય તેની તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવી હતી. મહત્વની વાત છે કે ગત ચૂંટણીમાં સિનિયર ધારાસભ્યએ ભૂલ કરી હતી જેના કારણે ભાજપના ઉમેદવારને એક મત ઓછો મળ્યો હતો. ત્યારે આ વખતે કોઈ ભૂલ ન થાય તે માટે વાઘાણીએ ધારાસભ્યોના ક્લાસ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published.