/

કોંગ્રેસમાં રાજ્યસભાનો કકળાટ સાતવ શાંત પાડી શકશે ?

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગઇકાલે અમદાવાદ પહોંચ્યા છે. જેને લઇને કોંગ્રેસમાં ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસમાં જે આંતરિક જુથવાદો ઉભા થયા છે જેને શાંત પાડવા માટે રાજીવ સાતવ અમદાવાદ પહોંચ્યા છે. રાજીવ સાતવે અમદાવાદ આવીને કોંગ્રેસનાં નેતાઓ સાથે બેઠક યોજી હતી. એવું માનવામાં આવી રહ્યુ છે. રાજીવ સાતવ કોંગ્રેસમાં જે કકળાટ ચાલી રહ્યો છે તેનું આજે સમાધાન કરવા માટે આજે તે પણ ગુજરાતમાં જ છે. રાજ્યસભાની ચૂંટણીને લઇને પાટીદાર ધારાસભ્યોએ બાયો ચઢાવી છે. તો બીજુ બાજુ દલિત નેતાઓએ પણ પોતાને રાજયસભાની ચૂંટણીમાં મોકલવા માટે માંગ કરી છે. અગાઉ પણ સિનિયર નેતાઓ રાજસભાની ચૂંટણીને લઇને લોબિંગ ચાલુ કર્યુ હતું. રાજયસભાની બે પ્રકારની ચુંટણીના કારણે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની ચિંતામાં વધારો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.