///

RBIએ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નહીં, રેપોરેટ જે સે થે

RBIની મોનિટરી પોલીસી કમિટીએ (MPC) વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. MPCએ રેપો રેટને 4 ટકા પર યથાવત રાખ્યો છે. જેનો અર્થ એ થયો કે બેન્કોને રિઝર્વ બેન્ક પાસેથી લોન 4 ટકાના વ્યાજે જ મળશે. જેનાથી બેન્કો પણ લોકોને લોન સસ્તી નહીં કરે. રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા પર યથાવત છે.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે ક્રેડિટ પોલીસીની સમીક્ષા દરમિયાન કહ્યું કે RBIએ પોતાનું વલણ જાળવી રાખ્યું છે. જેનો અર્થ એ થયો કે રિઝર્વ બેન્ક એકવાર ફરીથી વ્યાજ દર વધારશે નહીં. જેના પગલે શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ પહેલીવાર 45,000ને પાર પહોંચી ગયો છે.

MPCની મોનિટરી પોલીસી ઈકોનોમિસ્ટ્સ અને એનાલિસ્ટની આશા મુજબ જ રહી છે. MPCના તમામ 6 સભ્યોએ વ્યાજદરોમાં બદલાવ ન કરવા માટે મત આપ્યો હતો. રેપો રેટ 4%, રીવર્સ રેટો રેટ 3.35%, કેશ રિઝર્વ રેશિયો 3% અને બેંક રેટ 4.25%ના સ્તરે બરકરાર છે.

જીડીપીમાં થોડી રાહતની વાત છે. જૂલાઈ-સપ્ટેમ્બરની આ નાણકીય વર્ષના ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો આવ્યો છે, જે અનુમાનોથી ઓછો ઘટાડો છે. જૂનના પહેલા ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો આવ્યો હતો. રિઝર્વ બેંકે ઓક્ટોબરમાં રજૂ મોનેટરી પોલિસીની સમીક્ષામાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દરમાં 9.5 ટકાના ઘટાડાનું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published.