/

જયેશ રાદડિયાની ગર્જનાનું પડદા પાછળનું કારણ : જાણો

રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ધોરાજી જામ કંડોરાણા ખાતે સમૂહ લગ્ન સમારોહ પોતાના વક્તવ્ય દરમિયાન કેટલાક વિરોધીઓને ચેતવણી આપતા કહ્યું કે વાવાજોડા તો કેટલાય આવ્યા પરંતુ વિઠ્ઠલભાઈ રાદડિયા સામે બધા જ વાવાઝોડા સમી જાય છે. આવું કહેવાનું કારણ કાંઈક જુદું જ હશે કારણે કે આગામી દિવસોમાં રાજકોટ ડીસ્ટ્રીકટ બેન્કની ચૂંટણી યોજવાની છે તેમાં કેટલાક લોકો જયેશ રાદડિયા સામે પડવાની ફિરાકમાં હોઈ એવું જયેશ રાદડિયાને જણાતા રાદડિયાએ કોઈના નામ લીધા વગર વિરોધીઓને શાનમાં સમજી જવા ઈશારો કર્યો હતો.

વાત જાણે એમ છે કે આગામી ત્રણ મહિનામાં રાજકોટ ડીસ્ટ્રીક કો.ઓપરેટીવ બેન્કની ચૂંટણી યોજાવાની છે તેની તડામાર ત્યારીઓ પણ શરૂ થઈ ગયેલ છે. હાલ જયેશ રાદડિયા રાજકોટ ડીસ્ટ્રીક કો.ઓપરેટીવ બેન્કના ચેરમેન છે જયારે રાજકોટ ડીસ્ટ્રીકટ બેન્કની ચૂંટણી યોજાય હતી તે સમયે વિઠ્ઠલ રાદડિયા હયાત હતા. બાદ માં જયેશ રાદડિયાને બેન્ક ના ચેરમેન તરીકે સર્વાનુમતે બેસાડવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી રાદડિયા જુથના કેટલાક લોકોની ચહલ પહલ કાંઈક અલગ દેખાતા જયેશ રાદડિયાએ પોતાના જ જૂથના કેટલાક લોકો પણ જયેશના હુંકાર થી હચમચી ગયા હતા.

જે તે વખતે રાજકોટ ડીસ્ટ્રીક કો.ઓપરેટીવની ચૂંટણી યોજાય હતી. તે સમયે વિઠ્ઠલભાઈ રાદડિયાની હાજરી હતી તે વખતે હાલના ધારાસભ્ય અને કોંગ્રેશ આગેવાન લલિત વસોયા રાદડિયા જૂથ સામે ફોર્મ ભર્યું હતું પરંતુ લલિત રાદડિયા અને વિઠ્ઠલભાઈ રાદડિયા વચ્ચે સમાધાન થતા લલિત વસોયા એ રાદડિયા જૂથ સામે થી ફોર્મ પાર્ટ ખેંચી લીધું હતું હવે વાત એ છે કે તો જયેશ ભાઈ કોના સામે ચીંધી રહ્યા છે આંગળી કોણ જયેશ રાદડિયા સામે રાજકોટ કો.ઓપરેટીવ બેન્ક ની ચૂંટણી ની ત્યારી કરી રહ્યું છે ?

કદાચ એવું હોઈ કે જયેશ રાદડિયા પેનલના જ કેટલાક સદસ્યો જયેશ સામે બાયો ચડાવી રહ્યા છે કે પછી કોઈ પાછલા બારણે થી જયેશ રાદડિયાને ઉશ્કેરી ને ધમાલ કરવા માંગે છે તે તરફ લોકોની મીટ મંડાણી છે હાલ તો ચોરેને ચોંટે આજે કે ચર્ચા છે. હવે આગામી રાજકોટ ડીસ્ટ્રીક કો.ઓપરેટીવ બેન્ક ની ચૂંટણી માં જીત કોની થશે અને કોની થશે હાર એ આવનરા સમય જ નક્કી કરશે.

Leave a Reply

Your email address will not be published.