///

GOOD NEWS : 15 ડિસેમ્બરથી ફરીથી શરૂ થઇ રહી છે આ બોર્ડની ભરતી પ્રક્રિયા

રેલવેમાં અરજી કરી ચૂકેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. રેલ્વે ભરતી બોર્ડ સૌથી મોટી ભરતી પ્રક્રિયાની શરૂઆત કરવા જઇ રહી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા 1.4 લાખ વેકેન્સી માટે 2 કરોડ 44 લાખ લોકોએ અરજી કરી છે.

રેલવે 15 ડિસેમ્બરથી ભરતી પ્રક્રિયા શરૂ કરવા જઇ રહી છે. આ ભરતી પ્રક્રિયા પર કોરોના મહામારીના લીધે પ્રતિબંધ લાદ્યો હતો. રેલવેએ પરીક્ષા સંપન્ન કરવા માટે તૈયારે પુરી કરી લીધી છે. પરીક્ષા કેન્દ્રો પર કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. પરીક્ષા આપનારને માસ્ક પહેરીને આવવું પડશે. આ સાથે જ એક ઘોષણાપત્ર આપવું પડશે કે તેઓએ કોવિડ 19 ટેસ્ટ કર્યુ છે અને તેમને કોરોના નથી. જે પરીક્ષાર્થી ડિકલેરેશન નહી આપે તેમને પરીક્ષામાં હાજર રહેવાની પરવાનગી નહી આપવામાં આવે.

ભરતી પ્રક્રિયા ત્રણ તબક્કામાં સંપન્ન થશે

  • પહેલા તબક્કામાં કોમ્પ્યુટર બેસ્ડ એક્ઝામ થશે, જે 15 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. આ તેમના માટે છે. જેમણે મંત્રાલયની કેટેગરીમાં અરજી કરી છે.
  • બીજી પરીક્ષા સીબીટી એટલે કે સેકન્ડ ફેસ ઓફ સીબીટી ફોર નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીની હશે. આ 28 ડિસેમ્બર 2020થી શરૂ થઇને માર્ચ 2021 સુધી ચાલશે.
  • ત્રીજો સંભવિત તબક્કો એપ્રિલ 2021માં થશે. આ સીબીટી લેવલ 1 માટે યોજાશે, જે એપ્રિલથી આગામી જૂન સુધી ચાલશે.

રેલવેએ તમામ પરીક્ષાર્થીઓને અપીલ કરી છે કે આરઆરબી એટલે કે રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ પર આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો અને કોરોના પ્રોટોકોલ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published.