
લોકડાઉન અને કોરોના કહેર ની સામે હાલ ની પરિસ્થિતિ માં લોક ભયભીત બની ગયા છે લોકો ખોટી અફવાથી ડરી રહ્યા છે ત્યારે જૂનાગઢ પોલીસે આવા ત્રણ લોકો સામે સોસીયલ મીડિયામાં મેસેજ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી છે જૂનાગઢ પોલીસ દ્રારા લોકડાઉન સમયે ખોટા મેસેજ કરી લોકો ગભરાઈ તેવા ખોટા મેસેજ કરીને પરેશાન કરતા ત્રણ સામે પગલાં લીધા છે જૂનાગઢ સાઇબર સેલ દ્રારા ત્રણ વ્યક્તિ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને જૂનાગઢ જિલ્લાના ભેસાણ અને માંગરોળ ના કુલ ત્રણ શખ્સો સામે સાઇબર સેલ એક્ટ મુજબ ખોટા મેસેજ કરી વાયરલ કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધી કારયદેસર ની કાર્યવાહી કરી છે ,પોલીસે મેસેજ વાયરલ કરવા અને ખોટી અફવા ફેલાવવામાં ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરી છે.