///

IPL 2021 ની બાકી રહેલી મેચ આ તારીખ દરમિયાન યોજાઇ શકે છે!

કોરોના વાયરસના કારણે આઈપીએલ 2021 અધવચ્ચે જ રદ કરવાનો વારો આવ્યો હતો. ટુર્નામેન્ટને 29 મેચ બાદ અટકાવી દેવાઈ હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ વર્ષે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે બાકી બચેલી 31 આઈપીએલ મેચોનું આયોજન ક્યારે કરવામાં આવશે?

BCCI ની SGM 29 મેના રોજ યોજાવવાની છે. રિપોર્ટ્સ છે કે IPL 2021 ની બાકીની મેચોને લઈને કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. રિપોર્ટ મુજબ બીસીસીઆઈ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે IPL 2021 ની બાકીની મેચ UAE માં કરાવવા પર વિચાર કરી રહ્યું છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ બાદ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબરની વચ્ચે આ બાકી રહેલી 31 મેચનું આયોજન કરીને આઈપીએલની 14મી સીઝનને ખતમ કરવામાં આવી શકે છે.

BCCI અધિકારીએ કહ્યું કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ વચ્ચે 9 દિવસનો ગેપ ઓછો કરીને 4 દિવસનો થઈ શકે તો બીસીસીઆઈ તે વધારાના 5 દિવસનો ઉપયોગ કરી શકે છે. જો કે ભારતીય બોર્ડે અધિકૃત રીતે તેના પર ECB સાથે કોઈ વાત કરી નથી.

અત્રે જણાવવાનું કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ 18 જૂનના રોજ સાઉથમ્પટનમાં રમાશે. જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રેણી ચાર ઓગસ્ટથી નોર્ટિંઘમમાં શરૂ થશે. બીજી ટેસ્ટ 12થી 16 ઓગસ્ટના રોજ લોર્ડ્સ પર, ત્રીજી 25થી 29 ઓગસ્ટના રોજ લીડ્સમાં, ચોથી 2થી 6 સપ્ટેમ્બરના રોજ ઓવલમાં અને પાંચમી 10થી 14 સપ્ટેમ્બરના રોજ માન્ચેસ્ટરમાં રમાશે.

Leave a Reply

Your email address will not be published.