/

ગુજરાતથી મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો તમારો રીપોર્ટ નેગેટિવ હોવો જરૂરી રહેશે

કોરોના વાયરસના વધી રહેલા કેસ જોતા દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી મુંબઈ પહોંચનાર તમામ પ્રવાસીઓને ફ્લાઇટ બોર્ડ કરતા પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. કારણ કે મહારાષ્ટ્ર સરકારના નવા આદેશ મુજબ મુંબઈ જવા માટે કોવિડ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ જરૂરી રહેશે.

મહારાષ્ટ્ર સરકારે કોરોનાથી પ્રભાવિત ક્ષેત્રોની ફ્લાઇટ્સ અને ટ્રેનો પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરેલા નવા દિશા નિર્દેશોના માધ્યમથી દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાત રાજ્યોમાં આવનાર તમામ લોકો માટે કોવિડ ટેસ્ટ ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા આદેશ મુજબ પ્લેન અને ટ્રેનથી યાત્રા કરનાર લોકોને ઉડાનોની બોર્ડિંગ પહેલા આ પ્રમાણપત્ર દેખાડવા પડશે.

ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે જનતાને સંબોધન કરતા રાજ્યના લોકોને કોવિડ-19 વિરુદ્ધ સાવધાનીઓ ઓછી નહીં કરવા અને બીજા લોકડાઉનથી બચવા માટે સ્વાસ્થ્ય સુરક્ષા નિયમોનું કડકાઇથી પાલન કરવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું હતું કે તેમને રાત્રે ફરર્ફ્યુ લગાવવાની સલાહ આપવામાં આવી છે પણ તે નથી ઇચ્છતા કે આવા પ્રતિબંધો લાગુ કરીને કશું મેળવી શકાય છે. તેઓએ કહ્યું કે લોકડાઉનની શરતોમાં ઢીલ આપવાનો મતલબ એ નથી કે મહામારી ચાલી ગઈ છે. જેથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.