/

ગુજરાત પેટા ચૂંટણીનું પરિણામ આવતીકાલે, સવારે 8 કલાકથી મતગણતરી શરૂ

ગુજરાતમાં 8 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીનું 10 નવેમ્બરે એટલે કે આવતીકાલે મંગળવારે પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થશે.

કોરોનાને લઇને મતગણતરી કેન્દ્રોને સેનિટાઇઝ કરવામાં આવ્યા હતાં. મતગણતરી પહેલા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પાસેથી વાહનોની અવરજવરને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

કઇ બેઠક પરથી કોણ લડી રહ્યુ છે ચૂંટણી?

ગુજરાતની 8 બેઠકો પર પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન યોજાયુ હતું, જેનું પરિણામ 10 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યની લીંબડી, મોરબી, કપરાડા, કરજણ, અબડાસા, ધારી, ડાંગ અને ગઢડામાં મતદાન થયુ હતું. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના ઉમેદવારોએ આપેલા રાજીનામા બાદ ખાલી પડેલી બેઠક પર મતદાન યોજાયુ હતું.

બેઠક – ભાજપ – કોંગ્રેસ

  • મોરબી – બ્રિજેશ મેરજા – જયંતી પટેલ
  • લીંબડી – કિરિટ સિંહ – રાણા ચેતન ખાચર
  • ધારી – જેવી કાકડિયા – સુરેશ કોટડિયા
  • ગઢડા – આત્મારામ પરમાર – મોહન સોલંકી
  • કપરાડા – જીતુ ચૌધરી – બાબુ વરઠા
  • અબડાસા – પ્રદ્યુમન સિંહ જાડેજા – શાંતિલાલ સેંઘાણી
  • ડાંગ – વિજય પટેલ – સૂર્યકાંત ગાવિત
  • કરજણ – અક્ષય પટેલ – કિરિટ સિંહ જાડેજા

Leave a Reply

Your email address will not be published.