/

વિશ્વનો અમીર રાજા 20 મહિલાઓ સાથે એક હોટલમાં છે આઇસોલેટ

કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાં લોતડાઉન ચાલી રહ્યું છે. જ્યારે યુરોપિયન દેશ જર્મની પણ કોરોનાથી પ્રભાવિત છે જેથી ત્યાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકો પોતાને એક બીજાથી અલગ કરી રહ્યા છે પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં જર્મનીમાંથી એક વિચિત્ર સમાચાર સામે આવી રહ્યા છે. આ સમયે થાઈલેન્ડના રાજા પણ જર્મનીની એક હોટલમાં આઈસોલેશન અંતર્ગત છે વિશિષ્ટ વાત એ છે કે રાજા એકલા નહીં પણ તેમની સાથએ 10 મહિલાઓ છે. ડેઈલી મેલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ દક્ષિણ જર્મનીમાં આવેલી એક હોટલમાં રાજા વજીરલોંગકોર્ન છે. જેમને રામ(દસમ) તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં કહેવાઈ રહ્યું છે કે તેઓએ ફાઈવ સ્ટાર હોટલના રૂમ બુક કરાવી દીધા છે.સાથેજ તેઓએ સ્થાનિક તંત્ર પાસેથી હોટલના બધાજ રૂમ બુક કરાવવાની પરવાનગી લીધી છે. નોંધનીય છે કે થોડા મહિના અગાઉ રાજાએ ચોથા લગ્ન કર્યા છે. પરંતુ તેમની ચોથી પત્નિ તેમની સાથે હોટલમાં છે કે નહીં તો જાણી શકાયું નથી. એવું માનવામાં આવે છે કે થાઈલેન્ડાના રાજા જર્મનીને પોતાનું બીજું ઘર માને છે અન તેઓ અહિં પોતાનો ઘણો સમય વિતાવે છે.

સૂત્રો અનુસાર તેઓ ગયા ફેબ્રુઆરીથી જર્મનીમાં છે અને પોતાના દેશ ગયા નથી. એક રિપોર્ટ અનુસાર રાજા જર્મનીની હોટલમાં છે અને તેમની સાથે 20 મહિલાઓ પણ છે, જો કે અખબારે કહ્યું છે કે તેના વિશે વધુ માહિતી ત્યારે જ જાણવા મળશે જ્યારે આઈસોલેશનનો સમય પૂર્ણ થશે. રાજા વજીરોલોંગકોર્ને પોતાની બોડીગાર્ડ સાથએ લગ્ન કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. લગ્ન બાદ બોડીગાર્ડને રાણીનો દરજ્જો મળ્યો હતો. જ્યારે 2014માં રાજાએ તેમની ચોથી પત્નિ વઝીરલોંગકોર્ન સુથીદાને તેના વ્યક્તિગત સુરક્ષા ગાર્ડની ડેપ્યુટી કામન્ડર બનાવી હતી. આ પેહલા તે એરવેઝમાં ફ્લાઈટ એટેન્ડટ હતી. તો આ બંન્નેના સંબંધો વીશે વીદેશી મીડિયામાં ઘણી વાર ચર્ચાઓ પણ થઈ છે. પરંતુ રાજાએ ક્યારે પણ સુથીદા વીશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. રાજાના અગાઉ તત્રણ વાર લગ્ન થયા છે ત્રણ પત્નિઓ જોડેથી છૂટાછેડા લીધા છે.. જો કે કિંગના કુલ સાત બાળકો છે.

Leave a Reply

Your email address will not be published.