////

મ્યુકરમાઇકોસિસનો ખતરો વધ્યો, દેશમાં અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા

દેશ પર કોરોનાના કહેર વચ્ચે મ્યુકરમાઇકોસિસ બીમારીનો ખતરો વદી રહ્યો છે, ત્યારે દેશમાં મ્યુકરમાઇકોસિસ ઝડપથી ફેલાઇ રહ્યું છે. દેશના અત્યાર સુધીમાં અલગ અલગ ભાગમાં બ્લેક ફંગસના 7251 કેસ સામે આવ્યા છે અને 219 લોકોના મોત થયા છે. ગુરૂવારે કેન્દ્ર સરકારે કહ્યું કે, રાજ્યોને મહામારી અધિનિયમ, 1897 હેઠળ બ્લેક ફંગસને મહામારી જાહેર કરવી જોઇએ.

આ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શહેરની ત્રણ સરકારી હોસ્પિટલો – લોક નાયક, જીટીબી અને રાજીવ ગાંધી હોસ્પિટલને બ્લેક ફંગસ માટે સમર્પિત કેન્દ્ર સ્થાપિત કરવા માટે કહ્યું છે. મહત્વનું છે કે, આ પહેલા રાજસ્થાન અને ગુજરાત સરકારે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી દીધી છે, આ સાથે જ કેટલાક રાજ્ય સરકાર પર મ્યુકરમાઇકોસિસ બીમારીને લઈને એલર્ટ પર છે.

દેશમાં મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રમાં મ્યૂકરમાઇસોસિસના 1,500 કેસ સામે આવ્યા છે અને 90 લોકોના મોત થયા છે. ગુજરાતમાં મ્યૂકરમાઇકોસિસના 1,163 કેસ આવ્યા છે અને 61 લોકોના મોત થયા છે. જ્યારે મધ્ય પ્રદેશમાં મ્યૂકરમાઇકોસિસના 575 કેસ સામે આવ્યા છે અને 31 લોકોના મોત થયા છે.

આ ઉપરાંત હરિયાણામાં 268 કેસ સામે આવ્યા છે, જેમાં મ્યૂકરમાઇકોસિસને કારણે આઠ લોકોના મોત થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં મ્યૂકરમાઇકોસિસના 203 કેસ દર્જ કરવામાં આવ્યા છે અને તેને કારણે એકનું મોત થયુ છે.

ઉત્તર પ્રદેશ રાજ્યમાં મ્યૂકરમાઇકોસિસના 169 કેસ દર્જ કરવામાં આવ્યા છે અને આઠ લોકોના મોત થયા છે. બિહાર: બિહારમાં અત્યાર સુધી 103 કેસ સામે આવ્યા છે, મ્યૂકરમાઇકોસિસને કારણે 2 મોત દર્જ થઇ છે. તો છત્તીસગઢમાં 101 લોકોમાં મ્યૂકરમાઇકોસિસ મળ્યુ છે અને તેનાથી રાજ્યમાં એક વ્યક્તિનું મોત થયુ છે. જ્યારે કર્ણાટકમાં મ્યૂકરમાઇકોસિસના 97 કેસ સામે આવ્યા છે, ઓફિશિયલ આંકડામાં કોઇના મોત થયા નથી. આ સિવાય તેલંગાણામાં મ્યૂકરમાઇકોસિસના 90 કેસ સામે આવ્યા છે અને 10 લોકોના મોત પણ થયા છે.

આ વચ્ચે મ્યૂકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના વધતા સંક્રમણને કારણે તેની સારવારમાં ઉપયોગમાં લેવાનારી એન્ટી-ફંગલ દવા એમ્ફોટેરિસિન બીની ડિમાન્ડ વધી ગઇ છે. દિલ્હી હાઇકોર્ટે સૂચન આપ્યું કે કેન્દ્ર દેશમાં માંગને પુરી કરવા માટે આંતંરરાષ્ટ્રીય સ્તર પર દવાની ખરીદી કરે.

Leave a Reply

Your email address will not be published.