///

તૌકતે બાદ વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાયો, હવામાન વિભાગે આપી ચેતવણી

તૌકતે વાવાઝોડા બાદ વધુ એક વાવાઝોડુ ભારતમાં આવી રહ્યું છે. કોલકાતાના હવામાન વિભાગે આગાહી કરી છે કે, સુપર સાઇક્લોન 23 મેથી 25 મે વચ્ચે સુંદરવન વિસ્તારમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, ઓમાન દ્વારા આ ચક્રવાતી વાવાઝોડાને યાશ નામ આપવામાં આવ્યુ છે, જેની તીવ્રતા અમ્ફાનની બરાબર હોઇ શકે છે, જે ગત વર્ષે 19 મેએ લોકડાઉન દરમિયાન કોલકાતા અને આસપાસના વિસ્તારને નષ્ટ કરી દીધો હતો.

જોકે, કોલકાતાનું હવામાન વિભાગ હવાની દિશા અને ગતિ વિશે નિશ્ચિત નથી પરંતુ તેમણે કહ્યું કે, પૂર્વી મધ્ય ખાડી અને તેની આસપાસના વિસ્તારમાં એક ઓછુ દબાણ બનેલુ છે અને જેમ જેમ દરરોજ તેની તાકાત વધી રહી છે, અઠવાડિયાના અંત સુધી લેન્ડફોલ બન્યા પહેલા આ એક સુપર સાઇક્લોનમાં બદલાઇ શકે છે.

IMDએ કહ્યું કે, 23 મે, 2021ની આસપાસ પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર એક ઓછુ દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. જોકે, અધિકારીઓનું કહેવુ છે કે સુંદરબનના રસ્તે જમીન પર પ્રવેશ કર્યા બાદ તોફાન બાંગ્લાદેશ તરફ વધી શકે છે. વાવાઝોડાને પગલે હવામાન વિભાગે પહેલા જ માછીમારોને 23 મેએ દરિયામાં ના જવાની ચેતવણી આપી છે.
વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે, ડિપ્રેશન બનાવાથી કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા સહિત ગંગીય પશ્ચિમ બંગાળના વિસ્તારમાં તાપમાન વધી રહ્યુ છે અને વધુ તેના વધવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યુ, છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં પાંચ ડિગ્રીનો વધારો થયો છે અને આગામી કેટલાક દિવસમાં તેના 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.

આ એક મહિનામાં ભારતમાં બીજુ વાવાઝોડુ હશે. અરબ સાગરથી ઉઠેલા ચક્રવાતી તોફાન તૌકતેએ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિત દમન અને દીવમાં તબાહી મચાવી છે. તેની અસર દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા જિલ્લામાં જોવા મળી છે. આ ક્ષેત્રોમાં પણ ભારતીય હવામાન વિભાગએ આગામી બે દિવસમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સિવાય હરિયાણા અને રાજસ્થાનના અનેક જિલ્લામાં મંગળવારની રાતથી હળવો વરસાદ થઈ રહ્યો છે. આ વચ્ચે હવે તાઉ-તે શાંત પડ્યા બાદ બીજા વાવાઝોડાના સંકેત મળી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.