દેશમાં ઠંડીની મોસમ ચાલુ થઈ ગઈ છે, ત્યારે લોકો કોરોના ડરના કારણે લોકો એ જાણવા માંગે છે કે, શું ઠંડીમાં કોરોનાના કેસમાં વધારો થશે. ત્યારે આ અંગે થયેલા એક રિસર્ચમાં આ પ્રશ્નનો જવાબ મળ્યો છે. ભારતીય અમેરિકન રિસર્ચના નેતૃત્વમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસના સંક્રમણમાં તાપમાન કે હ્યુમિડિટીની કોઈ પ્રભાવી ભૂમિકા નથી.
તો બીજા એક રિસર્ચમાં જણાવાયું છે કે, કોરોના વાયરસનુ સંક્રમણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સમગ્ર રીતે માનવીય વ્યવહાર પર નિર્ભર કરે છે, ન તો ગરમી કે ઠંડીની મોસમ પર. તો મોસમ માત્ર એ માહોલને પ્રભાવિત કરે છે, જેમાં કોરોના વાયરસ કોઈ નવી વ્યક્તિને સંક્રમિત કરતા પહેલા જીવંત રહે છે. સાથે જ ઋતુઓ માણસના વ્યવહારને પ્રભાવિત કરે છે. જેનાથી વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને સંક્રમિત કરે છે.
આ ઉપરાંત મોસમને ‘હવાનું તાપમાન’ની સરખામણીમાં બતાવવામાં આવ્યું છે, જે તાપમાન અને હ્યુમિડિટીનું સંયુક્ત મૂલ્ય છે. આ ઉપરાંત એક રિસર્ચમાં વિવિધ વિસ્તારો, દેશ, દુનિયાના સ્તર પર કોરોના વાયરસના પ્રસારનો અભ્યાસ કર્યો છે. જેમાં કાઉન્ટી અને રાજ્યના સ્તર પર રિસર્ચ કરનારાઓએ મોબાઈલ ફોન ડેટાના આધાર પર અનુમાન લગાવ્યું કે, કોરોના વાયરસના પ્રસાર અને માનવ વ્યવહારના સંબંધની પણ તપાસ કરવામાં આવી છે.