//

ચૂંટણી પ્રચાર ચરમ સીમા પર અને રાહુલ ગાંધી શિમલામાં પિકનિક મનાવતા રહ્યાં : RJD નેતા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની હાર થઇ છે. જે બાદ રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ બિહારના પરાજયનું કારણ એક બીજા પર ઢોળી રહ્યાં છે. હવે RJDએ કોંગ્રેસ પર ચૂંટણી લડવામાં ઈચ્છાશક્તિ અને શક્તિનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો છે.

RJD નેતા શિવાનંદ તિવારીએ કહ્યું કે, કોંગ્રેસ મહાગઠબંધન માટે મુશ્કેલી બની ગઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 70 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતાં. પરંતુ 70 જેટલી જાહેર ચૂંટણી સભાઓ પણ તેને સંબોધી નથી.

રાહુલ ગાંધી માત્ર 3 દિવસ માટે આવ્યા હતાં. જ્યારે પ્રિયંકા ગાંધી આવ્યા જ નથી. જે લોકો બિહારથી અપરિચિત હતાં, તેઓ અહીં આવ્યા હતાં, જે યોગ્ય નહતું.

RJD નેતાએ વધુમાં કહ્યું કે, જ્યારે ચૂંટણી પ્રચાર ચરમ સીમા પર હતો, ત્યારે રાહુલ ગાંધી શિમલામાં પ્રિયંકા ગાંધીના ઘરે પિકનિક મનાવી રહ્યાં હતાં. શું પાર્ટી આવી રીતે ચાલે છે? એવો આરોપ લગાવી શકાય છે કે, જે પ્રકારે કોંગ્રેસ પાર્ટી ચલાવવામાં આવી રહી છે, તેનાથી ભાજપને જ ફાયદો થઈ રહ્યો છે.

તિવારી આટલેથી ન અટકતા કહ્યું કે, મને લાગે છે કે, માત્ર બિહારમાં જ આવું નથી. અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવા માટે ભાર મૂકે છે. પરંતુ સીટ જીતવામાં નિષ્ફળ નીવડે છે. કોંગ્રેસે આ વિશે વિચારવું જોઈએ.

ગિરિરાજનો કટાક્ષ
શિવાનંદ તિવારીની પ્રતિક્રિયા આવ્યા બાદ ભાજપ નેતા ગિરિરાજ સિંહે કટાક્ષ કરતા કહ્યું કે, શિવાનંદજી તો રાહુલ જીને ઓબામા કરતાં વધારે જાણવા લાગ્યા છે, છતાં પણ કોંગ્રેસ ચૂપ કેમ?

Leave a Reply

Your email address will not be published.