//

ભાવનગર-સુરત વચ્ચે રો-રો ફેરી જહાજ શરૂ થતા પૂર્વે જ ખોટકાયું

રાજ્યમાં ભાવનગર અને સુરત વચ્ચે 8મી નવેમ્બરના રોજ રો-રો ફેરીનું લોકાર્પણ થવાનું છે, ત્યારે રો-રો ફેરી જહાજ શરૂ થતા પૂર્વે ટ્રાયલમાં જહાજ મધદરિયે ખોટકાયું છે.

મળતી માહિતી પ્રમાણે, જહાજમાં એન્જિન અને સ્ટીયરિંગમાં ખામી સર્જાવાના કારણે બંધ થઈ ગયુ છે. તો આને લઈને હવે 8મી નવેમ્બરે યોજાયેલા રો-રો ફેરી જહાજના લોકાર્પણ પર પ્રશ્નો ઉભા થયા છે. જહાજની ટ્રાયલ રનમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, તો શરૂ થયા પછી કેટલી તકલીફ થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ જહાજ હજીરાથી ઘોઘા જતા સમય દરમિયાન મધદરિયે બંધ થયું છે. આમ આ ફેરી સર્વિસિસની શરૂઆતમાં જ આ પરિસ્થિતિ ઉભી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.