///

નર્મદાના અંતરિયાળ વિસ્તારના રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું દારૂના અભિષેકથી

ગુજરાતમાં રાજ્ય સરકારે હાલમાં જ દારૂબંધીને લઈને કડક કાયદો અમલમાં મુક્યો છે. આ વચ્ચે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડીયાપાડા વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારી વાત એ છે કે આ ખાતમુહૂર્તમાં ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યું હતું. તો આ વાતને લઈને ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે.

આ ખાતમુહૂર્તમાં ડેડીયાપાડા BTPના MLA મહેશ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવા, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ અને ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ આગેવાન અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા સહિત કોંગ્રેસના અન્ય આદીવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યાં. ત્યારે આ ભૂમિપૂજન દરમિયાન ખાખરાના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવતા આ મામલે ભાજપની જ ખૂબ ટીકા થઈ રહી છે.

આ અંગે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, હંમેશા ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા તથા દૂધ, જળથી પૂજન કરે છે. તેના સ્થાને ખાખરાના પાનમાં દારૂ લઈને લાઈનમાં ઊભા રહીને દારૂથી અભિષેક કરતા નેતાઓ ખાતમુહૂર્ત કરી રહ્યાં છે તથા એ પણ જાણવા મળ્યું છે કે કેટલાંકે આ પ્રસાદી પણ લીધી. જેમાં ઘણા બધાં લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.

નર્મદા જિલ્લાના ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવાએ જણાવ્યું હતું કે, અમે પહેલા ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અને નાળિયેર વધેરી કર્યું હતું. BTP MLA મહેશ વસાવાએ ખાખરના પાનમાં દારૂના અભિષેક કરવા જણાવ્યું, મહેશ વસાવાએ તે વખતે કહ્યું હતું કે, એ તો આપણી આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ છે.

Leave a Reply

Your email address will not be published.