//

બર્ગર ખાવાનો શોખ પૂરો કરવા આ રશિયન ઉદ્યોગપતિએ બે લાખમાં હેલિકોપ્ટર બુક કર્યું

રશિયન અબજોપતિ વિક્ટર માર્ટિનોવની અને તેની પ્રેમિકા ક્રીમિયામાં રજાઓ ગાળી રહ્યા હતા, પરંતુ ત્યાંનું ઓર્ગેનિક ખાવાનું ખાઈ તે કંટાળી ગયા હતા. ત્યારે આ દરમિયાન તેમણે બર્ગરની શોધમાં હેલિકોપ્ટર બૂક કર્યુ અને આ હેલિકોપ્ટર નજીકના મેકડોનાલ્ડ આઉટલેટ્સ પર ગયું જે ક્રીમિયાથી લગભગ 450 કિલોમીટર દૂર હતુ.

આ અંગે રશિયન મીડિયાના જણાવ્યા મુજબ વિક્ટરે આ હેલિકોપ્ટર ડ્રાઇવ માટે બે હજાર પાઉન્ડ એટલે કે લગભગ બે લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી. સાથે જ તેમણે બર્ગર, ફ્રાઇઝ અને મિલ્કશેકનો ઓર્ડર કર્યો જેની કિંમત લગભગ 49 લાખ પાઉન્ડ હતી.

તેમણે રશિયન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું અને મારી પ્રેમિકા અહીંનું ઓર્ગેનિક ફૂડ ખાઈ કંટાળી ગયા હતા, અમે મોસ્કોમાં મળતો હોય તેવો બર્ગર ખાવા ઇચ્છતા હતા. તેથી અમે એક હેલિકોપ્ટર લીધું અને ક્રાસનોડોર ઉપડ્યા. વાસ્તવમાં આ બાબત ઘણી રોમાંચક રહી. અમે હેમ્બર્ગર ખાધુ અને ફરી પાછા તે જ હેલિકોપ્ટરમાં પરત ફર્યા.

મહત્વનું છે કે, વિક્ટર માર્ટિનોવ મોસ્કોની એક કંપનીના CEO છે, જે હેલિકોપ્ટર વેચે છે. 2014માં જ ક્રીમિયામાંથી ફાસ્ટ ફૂડનું સંચાલન બંધ થઈ ગયુ હતુ અને તેથી હવે ત્યાં મેકડોનાલ્ડનો એકપણ આઉટલેટ નથી.

Leave a Reply

Your email address will not be published.