/

કોરોનાને લઇ સાવરકુંડલાના પેટ્રોલ પંપના માલિકનું આ કામ સૌ કરશે સલામ

કોરોનાનો ફફડાટ શહેરો જ નહિ પણ નાના નાના ટાઉનમાં પણ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પણ કોરોનાને લઇ સાવચેતી રખાઈ રહી છે. સાવરકુંડલામાં અમરેલી-સાવરકુંડલા હાઇવે પર આવેલ એસ્સારના પેટ્રોલ પંપ પર કોરોનાને લઇ તમામ સ્ટાફને ફરજીયાત માસ્ક પહેરીને જ કામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પેટ્રોલ પંપના માલિક હિરેન સૂચકે કહ્યું હતું કે કોરોનાને લઇ સરકાર જે સૂચના આપી રહી છે તેનું પાલન કરવું જરૂરી છે સાથે જ અમારા પેટ્રોલ પંપ રોજના હજારો લોકો આવે છે ત્યારે આ વાઇરસ ફેલાતો રોકવા અને પેટ્રોલ પંપ પર આવતા લોકો પણ જાગૃત થાય તેને લઇ ફરજીયાત માસ્કનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.