કોરોના વાઇરસના કહેરને પગલે દેશ સહિત રાજ્યમાં તમામ છુટછાટ આપવામાં આવી છે. તેવામાં હવે કોર્ટ અને સ્કુલ આ બંને જ બંધ હોઇ જેના પગલે રાજ્ય કેટલાક સમયથી
વિચારણા કરી રહ્યું છે. આ તમામ અટકળો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના સંક્રમણને જોતા સ્કૂલો 6 મહિનાથી બંધ છે, ત્યારે ગુજરાત સરકાર દીવાળી બાદ સ્કૂલો ખોલવાની તૈયારી કરી રહ્યું છે
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર આગામી 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોકલવા કે કેમ? તે માટે વાલીઓને મુંઝવતો પ્રશ્ન છે જેના બે વિકલ્પો આપવામાં આવશે. જેમાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માગે છે કે હજુ પણ ઓનલાઈન અભ્યાસ કરાવવા ઈચ્છે છે?
શિક્ષણ વિભાગે તબક્કાવાર સ્કૂલો શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરાશે. જ્યારે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ જ ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવામાં આવી શકે છે.
આ તમામ નિર્ણયો આવ્યા બાદ પણ સ્કૂલ મેનેજમેન્ટે કોવિડ ગાઈડલાઈનનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે 50 ટકા હાજરી સાથે જ સ્કૂલો શરૂ કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓને વારા પ્રમાણે સ્કૂલે બોલાવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે કેટલાક દિવસ પહેલા રાજ્યના શિક્ષણ પ્રધાન અને આરોગ્ય વિભાગ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઇ હતી.