///

સી-પ્લેન પ્રોજેક્ટને કારણે બર્ડહીટનું જોખમ વધ્યું

સી-પ્લેન પ્રોજેક્ટ અમદાવાદ સાબરમતી રીવર ફ્રન્ટ અને કેવડીયામાં આવેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેકટની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. જોકે સાબરમતી રિવર ફ્રન્ટ આસપાસ સતત ઉડતા રહેતા પક્ષીઓને લીધે બર્ડ હીટનું મોટુ સંકટ ઉભુ થશે.

પીએમ મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ગુજરાત આવી રહ્યા છે. આ દરમ્યાન તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી રિવર ફ્રન્ટ સુધીની મુસાફરી સી.પ્લેનમાં જ કરશે. આ પહેલા તેઓ 30 ઓકટોબરે જંગલ સફારી પાર્ક, ક્રુઝ બોટ, ભારત ભવન, એકતા નર્સરી, ચિલ્ડ્રન પાર્કનું ઉદઘાટન કરશે. જયારે 31 ઓકટોબરે આરોગ્ય વનનું ઉદઘાટન કરશે. જે પછી નવા આઈએએસ અધિકારીઓને સંબોધિત કર્યા બાદ સી-પ્લેનથી અમદાવાદ માટે રવાના થશે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં જોકે બર્ડ હીટનું મોટુ સંકટ ઉભુ થાય તેવી શકયતા છે. ટેક ઓફ અને લેન્ડીંગ દરમ્યાન બર્ડ હીટનું જોખમ ધ્યાને આવ્યું છે. તાજેતરમાં રિવર ફ્રન્ટથી સી-પ્લેનની ટ્રાયલ રન દરમ્યાન બર્ડ હીટથી બચવા માટે ફટાકડા ફોડવાની ફરજ પડી હતી. અહી પક્ષીઓની મહતમ સંખ્યા હોવા પાછળ રિવર ફ્રન્ટથી 6 કી.મી.દુર પીરાણામાં આવેલી ડમ્પીંગ સાઈટ છે. આ ડમ્પીંગ સાઈટને લીધે જ અમદાવાદ એરપોર્ટ પર અવરજવર કરતી ફલાઈટોને પણ અસર થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published.