///

મુંબઈ દરિયામાં ડૂબેલા બાર્જ P305ના 36 લોકોની શોધ હજુ ચાલુ, અત્યારસુધીમાં 37 મૃતદેહ મળ્યા

તૌકતે વાવાઝોડાની ઝપેટમાં આવી ગયેલા જહાજ Barge P305 પરથી અત્યાર સુધીમાં 37 મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ પણ ભારતીય નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમ ગૂમ થયેલા 36 લોકોની શોધમાં રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે.

Barge P305 પર સવાર કુલ 261 લોકોમાંથી 188 લોકોને ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ કરી લીધા છે. નેવીના એક પ્રવક્તાએ જણાવ્યું કે, શોધ અને બચાવ અભિયાન હાલ ચાલુ છે. લોકોને કિનારા સુધી સુરક્ષિત લઈ જવાની આશા અમે હજુ છોડી નથી.

સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપેરશનમાં INS Kochi અને INS Kolkata ની સાથે સાથે ઈન્ડિયન નેવીના Beas, Betwa અને Teg Naval Ships પણ કામે લાગેલા છે. Barge P305 મુંબઈથી 35 નોટિકલ માઈલ્સના અંતરે ડૂબ્યુ હતું. સર્ચ અને રેસ્ક્યૂના કામમાં P8I અને નેવલ હેલિકોપ્ટર્સની પણ મદદ લેવાઈ રહી છે.

બાર્જ P-305 જહાજથી 188 લોકો ઉપરાંત GAL Constructor જહાજમાં ફસાયેલા તમામ 137 લોકોને ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ કરી લીધા છે. Barge SS3ના 196 લોકો અને Drill Oil સાગર Bhushan ના 101 લોકોને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે.

Barge P305 માં ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યા છે.

AFCONS હેલ્પડેસ્ક અને સપોર્ટ ટીમ:

  • કરણદીપ સિંહ- +919987548113, 022-71987192
  • પ્રસૂન ગોસ્વામી- 8802062853

ઓએનજીસી હેલ્પલાઈન:

  • 022-2627 4019
  • 022-2627 4020
  • 022-2627 4021

Leave a Reply

Your email address will not be published.