/

ભારતીય નૌસેનાના યુદ્ધાભ્યાસ ‘માલાબાર’નો બીજો તબક્કો આજથી શરૂ

ભારતીય નૌસેનાના યુદ્ધાભ્યાસ ‘માલાબાર’નો બીજો તબક્કો આજે મંગળવારથી ઉત્તરી અરબ સાગરમાં શરૂ થશે. જેમાં ભારતીય નૌસેનાના વિક્રમાદિત્ય વિમાનવાહક જહાજ, અમેરિકી વિમાન વાહક જહાજ અને ઓસ્ટ્રેલિયા તેમજ જાપાન નૌસેનાના મોરચા હેઠળ તહેનાત જહાજ ચાર દિવસ સુધી યુદ્ધાભ્યાસ કરશે.

આ તકે અધિકારીઓએ જણાવ્યું કે, આ યુદ્ધાભ્યાસ દરમિયાન ‘ક્વાડ’ (QUAD) સમૂહ દેશોની નૌસેનાઓ સાથે મળીને કાર્ય કરવાની ક્ષમતા વધારવા માટે અભ્યાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માલાબાર યુદ્ધાભ્યાસના પહેલો તબક્કો 3થી 6 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં સંપન્ન થયો હતો.

આ યુદ્ધાભ્યાસ એવા સમયે થઇ રહ્યો છે, જ્યારે છેલ્લા 6 મહિનાથી ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખ સીમા પર ગતિરોધ ચાલી રહ્યો છે. જેના કારણે બંન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. નૌસેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ‘માલાબાર યુદ્ધાભ્યાસનો બીજો તબક્કો ઉત્તરી અરબ સાગરમાં 17થી 20 નવેમ્બરની વચ્ચે યોજાશે.’ જેની અધ્યક્ષતા રિયર એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન કરશે.

માલાબાર યુદ્ધાભ્યાસના બીજા તબક્કામાં દેશમાં નિર્મિત પનડુબ્બી ખંડેરી અને P8I સમુદ્રી ટોહી વિમાન પણ ભારતીય નૌસેના તરફથી સામેલ થશે અને પોતાની ક્ષમતાનો પરિચય આપશે. ઉલ્લેખનીય છે કે, ગત્ત મહિને ભારતે ઓસ્ટ્રેલિયાના માલાબાર યુદ્ધાભ્યાસમાં સામેલ થવાની ઘોષણા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.