///

જમ્મુ-કાશ્મીરમાં DDCની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરુ

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી)ની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન આજે મંગળવારે શરુ થયું છે. આજે 2,100 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાશે.

રાજ્ય ચૂંટણી કમિશનર કે કે શર્માએ જાણકારી આપતા કહ્યું કે, બીજા તબક્કા માટેની ચૂંટણીમાં 321 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં 43 મતદાર ક્ષેત્રોમાં મતદાન યોજાશે. જેમાં 25 કાશ્મીર અને 18 જમ્મૂમાં છે. કમિશનર શર્માએ વધુમાં કહ્યું કે, ડીડીસીની 43 બેઠકો માટે કાશ્મીર ધાટીથી 196 અને જમ્મુ ક્ષેત્રોથી 125 ઉમેદવારો મેદાનમાં છે. ડીડીસીની સાથે 83 મતદાર ક્ષેત્રોમાં સરપંચની ચૂંટણી પણ આયોજીત કરવામાં આવી છે. જેના બીજા તબક્કામાં કુલ 223 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

બીજા તબક્કામાં 2,142 મતદાન કેન્દ્રો પર 7.09 લાખ નોંધાયેલા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન કેન્દ્રમાંથી 1,305 કાશ્મીર અને 837 જમ્મૂમાં છે. કાશ્મીરમાં અંદાજે તમામ મતદાન કેન્દ્ર સુરક્ષાની દષ્ટિએ સંવેદનશીલ છે. ઘાટીમાં મતદાન કેન્દ્ર પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.