///

વેક્સિનની અછત માટે કેન્દ્ર સરકાર જવાબદાર : સીરમ ઇન્સ્ટીટ્યૂટ

કોરોના સામે જંગમાં વેક્સિનની અછત વચ્ચે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (SII) એ સનસનીખેજ નિવેદન આપ્યું છે. SII ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સુરેશ જાદવે શુક્રવારે કહ્યું કે કેન્દ્ર સરકારે વેક્સિનના સ્ટોક વિશે જાણ્યા વિના અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની ગાઇડલાઇન પર વિચાર કર્યા વિના ઘણા આયુ વર્ગોને વેક્સિનેશનની પરવાનગી આપી દીધી. એટલે એક પ્રકારે જાદવે ઘણા રાજ્યો દ્વારા કરવામાં આવી રહેલી વેક્સિનની અછતની ફરિયાદોનું ઠીકરુ કેન્દ્ર સરકાર પર ફોડ્યુ છે.

સ્વાસ્થ્ય સંબંધિત ઇ-સમિટમાં બોલતાં સુરેશ જાદવે કહ્યું કે દેશને WHO ના દિશા નિર્દેશોનું પાલન કરવું જોઇએ અને તે અનુસાર વેક્સિનેશન કરવું જોઇએ. તેમણે કહ્યું કે એ શરૂઆતમાં 30 કરોડ લોકોને વેક્સિન લગાવવાની હતી, જેના માટે 60 કરોડ ડોઝની જરૂર હતી, પરંતુ લક્ષ્ય સુધી પહોંચતાં પહેલાં જ કેન્દ્ર સરકારે 45 વર્ષ અને પછી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન લગાવવાની પરવાનગી આપી દીધી.

SII ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરએ કહ્યું કે સરકાર આ જાણતાં હોવા છતાં પણ વેક્સિનેશનને મંજૂરી આપી દીધી કે આટલી વેક્સિન ઉપલબધ નથી. તેમણે આગળ કહ્યું કે અમને સૌથી મોટો બોધપાઠ શીખવા મળ્યો કે ઉત્પાદનની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખવી જોઇએ અને પછી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યોએ વેક્સિનની અછતની ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે સ્ટોક ઓછો હોવાના લીધે વેક્સિનેશનની ગતિ વધારવામાં અસમર્થ છે.

સુરેશ જાદવે એ પણ કહ્યું કે વેક્સિનેશન જરૂરી છે, પરંતુ વેક્સિન લગાવ્યા બાદ પણ લોકો સંક્રમણની ઝપેટમાં છે, એટલા માટે લોકોને સાવધાન રહેવું જોઇએ અને કોરોનાથી બચાવ નિયમોનું પાલન કરવું જોઇએ. જાદવે આગળ કહ્યું કે જ્યાં સુધી વેક્સિનનની પસંદગીનો સવાલ છે, સીડીસી અને એનઆઇએચ ડેટા અનુસાર જે પણ વેક્સિન ઉપલબ્ધ છે, તેને લઇ શકાય છે, શરત એટલી છે કે નિયમનકારી સંસ્થાઓ દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું હોય અને એ કહેવું ઉતાવળ હશે કે કઇ વેક્સિન અસરકારક છે અને કઇ નહી.

Leave a Reply

Your email address will not be published.