પોરબંદર સહિત દુનિયા ભરમાં વસતા મહેર સમાજની આગવી ઓળખ છે મણિયારો રાસ મણિયારો રાસ આમ તો સામાન્ય દિવસો માં પણ મહેર સમાજ રમે છે પરંતુ આજે મહેર સમાજ હોળી અને ધુળેટી પર્વના રંગો રમ્યા પછી મહેર સમાજ આજ થી ત્રણ દિવસ શુધી યુવાનો મણિયારો રાસ રમી આનંદ માણે છે મણિયારો રાસ રમવા માટે યુવાનો થનગનતા હોઈ.છે બુગીયો ઢોલ વાગતા જ યુવાનો અને વૃદ્ધો હાથમાં દાંડિયા લઈ મેદાનમા જોમ અને જુસ્સાથી મણિયારો રમવા ઉતરી પડે છે.
હોળી ના તહેવાર બાદ ત્રણ દિવસ મહેર સમાજ મણિયારો રાસ શુકામ રમે છે તે પણ એક રસપ્રદ ઇતિહાસ છે . મહેર સમાજ ક્ષતિય સમાજ તરીકે ઓળખાય.છે જયારે જયારે યુદ્ધમા જીત હાંસલ કરી જવાનો પરત ફરતા ત્યારે બુગીયો ઢોલ વાગતો ઢોલ વાગે એટલે ક્ષતિય સમાજની ઓળખ સમાં મહેર સમાજના યુવાનો ફરીથી તાન મા આવી જાય અને મણિયારો રાસ રમી જીતની ખુશી વ્યક્ત કરતા હતા તેવી જ રીતે હોળી. ધુળેટીના પર્વમાં મણિયારો રાસ રમી અનોખીરીતે ઉજવણી કરે છે. મણિયારો રાસ રમવા માટે મહેર સમાજની પરમ્પરા ગત ચોયણી. આંગળી ફેટીયું અને માથા પર પાઘડી પહેરી હાથમા દાંડિયા લઈને છાબકી સાથે મણિયારો રાસ રમવામાં આવે છે.
મણિયારો રાસ રમવા માટે શું જોઈએ
- શરણાઈ.ઢોલ વાજા પેટી અને સાદો માઈક્રો ફોન (માઇક)
- મહેર સમાજના યોદ્ધાઓનો હોસલો વધારવા સમાજની મહિલાઓ પણ રાસડા રમવા પહોંચે છે અને જંગે જીતી આવેલા જવાનો નો જુસ્સો વધારે છે
મહિલા રાસડા માટે શું જરૂર
- સીમાડાની રક્ષા કરી પરત ફરતા યોદ્ધાઓનો જુસ્સો બુલંદ કરવા માટે મહેર સમાજની મહિલાઓ પણ સુરતાલ સાથે રાસડા રમે છે જેમાં મહિલાઓ ઢારવો. કાપડું અને ઓઢણી ફરજિયાત પહેરે છે.
- હા એક વાત છે. મહેર સમાજ ની મહિલાઓ જ્યારે મેદાન માં રાસડા રમવા જાય.છે ત્યારે પોતના અંગ પર ત્રણ થી ચાર કિલો સોનુ પહેરીને રાસડા રમેછે. અને એકજ સટાઇલમાં એક જ સરખા પહેરવેશમાં પરંપરાગત રાસ રમે છે
આજથી ત્રણ દિવસ સુધી મહેર સમાજના યુવાનો પોતાના ખેતી ના કામ બાજુમાં રાખીને મણિયારો રાસની રમઝટ બોલાવે.છે ત્રણ દિવસ સુધી દરેક મહેર સમાજ દેશમાં કે વિદેશમાં વસતા આજ ના દિવસોને ખુશીના દિવસો તરીકે ઉજવે છે. મહેર સમાજની પરમ્પરા આજે પણ છે આજની યુવા પેઢી આ પરંપરાને જાળવી રાખી છે. મણિયારો રાસ આમ તો દિલ્હીનો લાલ કિલ્લો હોઈ કે અમેરિકી ટ્રમ્પ નું ગુજરાત માં સ્વાગત હોઈ તેમાં મણિયારો રાસ અને મહિલાઓના ઢાલ તલવાર રાસ વગરનું સ્વાગત અધૂરું ગણાય છે