////

દશેરા પર્વ પર આ પક્ષીના દર્શન માત્રથી પૂરા વર્ષની મુશ્કેલીથી મળે છે છૂટકારો

પુરાણોમા જણાવ્યા પ્રમાણે દશેરાના દિવસે નીલકંઠ પક્ષીને જોવું એ શુભતાનું પ્રતિક માનવામાં આવ્યું છે. ત્યારે દશેરાના દિવસે ઘરની છત પર જઈને નીલકંઠ પક્ષીને નિહાળવાનો પ્રયાસ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, જો દશેરા પર આ પક્ષીના દર્શન થઈ જાય તો શુભ કામ ચાલતા રહે છે. કિવંદતીઓના જણાવ્યા અનુસાર, લંકા પર જીત મેળવ્યા બાદ ભગવાન રામને બ્રાહ્મણ હત્યાનો પાપ લાગ્યો હતો.

ત્યારે ભગવાન રામે પોતાના ભાઈ લક્ષ્મણની સાથે મળીને ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. તેમજ પોતાને બ્રાહ્મણ હત્યાના પાપથી મુક્ત કરાવ્યા હતા, ત્યારે ભગવાન શિવ નીલકંઠ પક્ષીના રૂપમાં ધરતી પર પધાર્યા હતા.

તો જનશ્રુતિ અને ધર્મશાસ્ત્ર પ્રમાણે, ભગવાન શંકર જ નીલકંઠ વર્ણી છે. આ પક્ષીને પૃથ્વી પર ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે. સાથે જ તેમનું સ્વરૂપ પણ ગણાય છે. નીલકંઠ પક્ષી ભગવાન શિવનું જ એક રૂપ છે. ભગવાન શિવ નીલકંઠ પક્ષીના રૂપને ધારણ કરીને ધરતી પર વિહાર કરે છે.

આ નીલકંઠ પક્ષી હંમેશા વૃક્ષ કે તાર પર દેખાઈ છે. પ્રજનનની મોસમમાં નર પક્ષીની હવાઈ કલાબાજી માટે તે પ્રખ્યાત છે. તે હંમેશા રસ્તાના કિનારા પર દેખાઈ આવે છે. સામાન્ય રીતે ખુલ્લા ઘાસ કે મેદાન અને ઝાડી કે જંગલમાં પણ દેખાય છે.

મહત્વનું એ છે કે, આ પક્ષીઓની સૌથી વધુ વસ્તી ભારતમાં જ મળી આવે છે.

Leave a Reply

Your email address will not be published.