//

પોરબંદર રેલવે સ્ટેશન પર ટિકિટબારી પરનો સ્લેબ તૂટી પડ્યો

પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે પોરબંદર ગાંધીભૂમિ હોવાના કારણે દેશ વિદેશના પ્રવાસીઓની અવરજવર વધુ હોઈ છે જેના કારણે પ્રવાસીઓના ઘસારો પણ હોઈ છે આજે બપોરે અચાનક રેલવે સ્ટેશન પર આવેલી બારી પરનો સ્લેબ તૂટી પડતા કાટમાળ ખરી પડ્યો હતો જોકે બપોરનો સમય હોવાથી કોઈ જાનહાની થયેલ નથી જો આ કાટમાળ સાંજે કે રાત્રીના સમયે પડ્યો હોત તો આવનાર પ્રવાસી ગંભીર થતા અને નાસભાગ થઈ જાત.

Leave a Reply

Your email address will not be published.