///

જે જવાનોની વાત કરી રહ્યાં છો તેઓ ખેડૂત પુત્ર જ છે: પ્રિયંકા ગાંધી

દિલ્હીમાં છેલ્લા 28 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શનના સમર્થનમાં કોંગ્રેસ મેદાને આવ્યું છે, ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 2 કરોડ લોકોના હસ્તાક્ષરની કોપી સોંપવા જઈ રહેલા રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓની કૂચને પોલીસે અટકાવી દીધી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કોંગ્રેસી નેતાઓને અટકાયતમાં લીધા હતા. ત્યારબાદ પોલીસ પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓને એક બસમાં બેસાડીને લઈ ગઈ. જો કે થોડીવારમાં જ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સરકાર ખેડૂતોની અવાજ સાંભળી રહી નથી. લાખો ખેડૂતો બોર્ડર પર બેસ્યા છે તેમનો અવાજ કોણ સાંભળી રહ્યું છે, તેઓ કહી રહ્યાં છે કે, અમને દુ:ખ પહોંચી રહ્યું છે, સરકાર કેમ તે કાયદાઓને પરત લઈ રહ્યાં નથી.

તેમણે વધુમાં કહ્યું કે, આ લોકશાહી છે અને સરકારનું કામ દેશની જનતાનો અવાજ સાંભળવાનું છે, જે જવાનોની આપણે વાત કરી રહ્યાં છીએ તેઓ ખેડૂતોના પુત્ર છે, શું તેમનો અવાજ સાંભળવી જોઈએ નહીં?

તો કોંગ્રેસ દ્વારા ખેડૂતોને કથિત રીતે ભડકાવવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, ખેડૂત ખુબ જ સમજદાર છે. તેઓ જાણે છે કે, તેમના માટે શું સારૂ છે અને શું ખોટું છે, તેમને કોઈ ગેરમાર્ગે દોરી શકે નહીં. તેઓ પોતે જાણે છે કે, તેઓ ક્યાં સઘર્ષ સાથે પ્રસાર થઈ રહ્યાં છે.

મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ નિકાળી રહેલા કોંગ્રેસ નેતાઓને પાર્ટી ઓફિસ પાસે જ રોકી દેવામાં આવ્યા હતા. તો પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. તે પછી રાહુલ ગાંદીના નેતૃત્વમાં ત્રણ નેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.