//

મોરબીમાં નજીવી બાબતને લઇ પુત્રએ માતા અને બહેનની હત્યા કરી

મોરબીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોરબીના જીકીયારી ગામે જમવા જેવી નજીવી બાબતમાં પુત્રએ માતા અને બહેનની હત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટના ગઇકાલે મોડી રાત્રે બની હતી. પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ દેવશીએ પોતાની માતા અને બહેન અને તેમનો પુત્ર દેવશી સાથે મોરબીના જીકીયારી ગામે રહે છે. દેવશીએ ગઈકાલે સાંજે ઘરે આવીને જમવાની માગ કરી હતી. પરંતુ માતા અને બહેન વચ્ચે રસોઈ બનાવવા બાબતે ઝગડો થયો હતો. જેથી ઘરમાં જમવાનું બન્યું ન હતું. આ વાતથી ઉશ્કેરાઈ પુત્રએ માતા અને બહેન પર હુમલો કર્યો હતો. જેથી બંનેના મોત નિપજ્યા હતા.

આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકના પરિવારજનોના ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંનેના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.

Leave a Reply

Your email address will not be published.