/

આજથી સ્પીકર સંમેલનની શરૂઆત, કેવડિયામાં ખાતે થઈ મોટી ચર્ચા

આજથી નર્મદાના કેવડિયા ખાતે 2 દિવસીય સ્પીકર સંમેલનની શરુઆત થઇ છે. આ સંમેલનમાં પક્ષપલટા કાયદાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

આ મુદ્દે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, પક્ષ પલટો રોકવા માટે મજબૂત કાયદો બનાવવો જરૂરી છે. દલ બદલ કાયદો એવો બને જેથી લોકતંત્રની વ્યવસ્થા જળવાઇ રહે અને આ મુદ્દે યોગ્ય કાયદા વિશે વિચારણા થઈ છે.

આ સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સી.પી.જોષીની અધ્યક્ષતામાં દલ બદલ કાયદો બનાવવા માટે સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી સરકાર સમક્ષ કાયદો બનાવવા સૂચનો આપશે અને લોકતંત્ર પર લોકોની આસ્થા જળવાઇ રહે તે માટે કામ કરશે.

મહત્વનું છે કે 25 અને 26 નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાત લેવાના છે. રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવશે. આ કોન્ફરન્સમાં દેશના તમામ રાજ્યના વિધાનસભા સ્પીકર હાજર રહેશે. 26 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશના તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published.