//

વિશ્વના સૌથી મોટા ઉમિયા મંદિરની શું છે ખાસિયતો

કરોડના ખર્ચે મંદીરનું નિર્માણ થવાનું છે. જેનો કાલથી શિલાયન્યાસ મહોત્યવ શરૂ થશે. ઉમિયાધામનું મંદીર વલ્રેડ અમદાવાદનાં જાસપુરખાતે મા ઉમિયાનું એક હજાર રેકોર્ડ સર્જશે. જેમાં ૧૧ હજાર બહેનો જવારા યાત્રા કાઢીને વિશ્વ વિક્રમ સર્જશે. મા ઉમિયાના મંદીરની ૨૭૦ ફૂટની ઉંચી વ્યૂ ગેલેરી હશે જેથી આખુ અમદાવાદ શહેર જોઇ શકાશે. મંદીરનું નિર્માણ ૧૦૦૦ કરોડના ખર્ચે ૧૦૦ વીધા જમાન પર થશે. મા ઉમિયા મંદીરની ઉંચાઇ ૪૩૧ ફૂટ હશે. જેમાં માં ઉમિયાના ૫૨ ફૂટ ઉંચા સ્થાન પર મા ઉમિયા બિરાજમાન થશે. કાલથી શરૂ થનારા શિલાન્યાસના ૨ દિવસના કાર્યકમમાં ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતીન પટેલ પણ હાજરી આપવાનાં છે. તેમજ દેશનાં અનેક મોટા સંતો અને મંહતો પણ હાજરી આપવાનાં છે. તેમજ લાખો ભકતો પણ આ મહોત્સવમાં જોડાશે તેમજ અનેક સ્વંયસેવકો મહોત્સવમાં સેવા પણ પ્રદાન કરશે.

મા ઉમિયા મંદીરનાં શિલાયન્સની ખાસિયતો

૧. ૧૧૦૦૦ બહેનો એએમટીએસની ૧૩૧ બસો દ્વારા વિશ્વ ઉમિયાધામ પહોંચશે.

૨.૧૦૦ બહેનોએ આ જવારા યાત્રાનું આયોજન અને વ્યવસ્થા કરી છે.

૩. શહેરનાં ૪૮ વિસ્તારોમાંથી બહેનો ભાગ લેશે.

૪. ૧૧,૦૦૦ બહેનોની જવારા યાત્રા નીકળશે.

૫. મા ઉમિયાની પ્રસાદી સ્વરૂપની ગુલાબી રંગની સાડી માથે રાખીને જવારા લઇને ૧૧ હજાર બહેનો ગોલ્ડન બુક ઓફ વલડ રેકોર્ડ સર્જશે.

૬. બે દિવસ આવનારા ભકતોે માટે બે દિવસ સવાર-સાંજ રસોડા ધમધમશે.

Leave a Reply

Your email address will not be published.