//

તમારો મસાલો બગડે છે, તો રાખો આ બરણીઓમાં સલામત રહેશે

થાનગઢની ચીનાઇ માટીના વાસણો આજે પણ મોખરાનું સ્થાન ધરાવે છે. ચીનાઇ માટીમાંથી રમકડા, હિટરપ્લેટ, સેનેટરી વેર્સ, દિવડા, બરણી, બાટલા, ઇલેક્ટ્રીક ફ્યુઝ સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે. જેમાં બરણીઓ લોક ઉપયોગી માટે અત્યંત મહત્વની છે. જેને ઉપયોગમાં લેવાથી મસાલો સલામત રહે છે.

માણસનું જીવન એ સ્થિર નથી. વર્ષ દરમિયાન અનેક પ્રવૃતિમાં વ્યસ્ત રહે છે, ત્યારે ખાણીપીણી પણ રોજિદુ છે. જેમાં કેટલીક ઉપયોગી ચીજ જો હાજર ન મળી રહે તો તેનો ટેસ્ટ રહેતો નથી. તેવી રીતે જો મરી, મસાલા તથા અથાણા ન હોય તો જમવાની મજા બગડી જતી હોય છે. જેથી કરીને બારેમાસ ઉપયોગમાં લેવામાં આવતો મસાલો સલામત રહે તેવા લોકો અનેક પ્રયાસો હાથ ધરતા હોય છે. જેનો ઉપાય એક જ છે થાનગઢમાં બનાવવામાં આવતુ ચીનાઇ માટીનું વાસણ.

જી હા જે વાંચ્યુ તે સાચુ છે. થાનગઢમાં બનાવવામાં આવતા ચીનાઇ માટીના વાસણોમાં તમારો મહામુલી મસાલો સલામત રહેશે. આ બરણી કે બાટલાઓમાં સાચવવામાં આવતા મસાલા કે અથાણા બારે માસ બગડતા નથી, પરંતુ હાલ ભૌતીકવાદની દોડમા઼ લોકો પ્લાસ્ટીકના વાસણોમાં અથાણા અને મસાલા ભરી રાખે છે જે બીન આરોગ્યપ્રદ છે. આવા વાસણોમાં અથાણા કે મસાલા ભરવાથી રાસાયણીક પ્રક્રીયા થવાથી મસાલા અથાણા બગડી કે તેનો સ્વાદ બદલાય જાય છે. જેથી બીમારી થવાની શકયતા રહે છે.

આ વચ્ચે જો તેની બનાવટની વાત કરવામાં આવે તો થાનગઢમાં સીઝન દરમિયાન એક સ્ટોલમાં દૈનીક સરેરાશ 200થી 300 પીસ તૈયાર કરવામાં આવે છે. આ એક ગૃહઉધોગ હોવાથી સ્થાનિક લોકોને પણ તેનો લાભ મળે અને સારી એવી રોજગારી પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published.