////

કોરોનાના વધતા કેસોને પગલે આ રાજ્યમાં રાત્રિ કરફ્યૂ લાગી શકે છે

National

ભારતનાં વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં દેશમાં વિવિધ રાજ્યોમાં હવે રાત્રિ કર્ફ્યું લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે દેશના પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસના કેસને ઓછા કરવા માટે સરકાર રાત્રિ કર્ફ્યું લગાવી શકે છે. દિલ્હી હાઈકોર્ટમાં સરકારે કહ્યું છે કે, અમે સંક્રમણને ઓછું કરવા માટે રાત્રિ કર્ફ્યુંના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છીએ. જોકે હજુ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

દિલ્હીમાં અન્ય રાજ્યોની જેમ જ રાત્રિ કર્ફ્યુંના પ્રશ્ન પર કેજરીવાલ સરકારે જવાબ આપ્યો હતો અને તેમાં સરકારે કહ્યું છે કે, અમે અત્યારે કોઈ પણ કર્ફ્યુંના નિર્ણય પર પહોંચ્યા નથી, જોકે રાત્રિ કર્ફ્યું પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છેલ્લો નિર્ણય લેવામાં આવશે.

તો બીજી બાજુ કોર્ટે હાઈકોર્ટને કહ્યું કે, દિલ્હીમાં છથી આઠ દિવસની અંદર ICU બેડની સંખ્યા વધારી દેવામાં આવશે. સરકારે કહ્યું કે, અમે RWA સાથે પણ વાત કરી રહ્યા છે. નોંધનીય છે કે, દિલ્હીમાં દરરોજ સામે આવતા કેસના કારણે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારો એક્શનમાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 99ના મોત થયા છે અને પાંચ હજારથી વધારે કેસ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.