////

રાજ્યમાં ધો. 9થી 12માં પ્રવેશ મામલે શિક્ષણ વિભાગે વધુ એક વાર તારીખ લંબાવી

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજયના શિક્ષણ વિભાગે ધો. 9થી 12માં પ્રવેશ મેળવવા માટેની 3 વખત તારીખ લંબાવી હતી. ત્યારે હવે વિદ્યાર્થીઓને છેલ્લી તક આપવામાં આવી છે. આ માટે તા.31 ડિસેમ્બર સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી પ્રવેશ આપવાની છૂટ આપી છે. હવે પછી પ્રવેશ માટેની તારીખ લંબાવવામાં આવશે નહીં તેવી આજે જાહેરાત કરી છે.

રાજ્યમાં કોરોનાને કારણે અમુક લોકો સ્થળાંતર કરી રહ્યા હતા. જેથી કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા હતા. આ બાબતને ધ્યાનમાં લઇને રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓને શાળામાં 30 સપ્ટેમ્બર, 2020 સુધી શાળા કક્ષાએ પ્રવેશ આપી શકાશે અને ૩૧ ઓક્ટોબર સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરીથી પ્રવેશ આપી શકાશે તેવો નિર્ણય લીધો હતો.

તો બોર્ડની કચેરીને મળેલી રજૂઆતને ધ્યાનમાં લઇને કોવિડ-19ની પરિસ્થિતિમાં ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોવાથી વિદ્યાર્થીઓને 31 ડિસેમ્બર, 2020 સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરી મેળવી શાળામાં પ્રવેશ આપી શકાશે તેવો નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો છે. બોર્ડ દ્વારા હવે પછી પ્રવેશની તારીખ લંબાવવામાં આવશે નહીં તેમ પણ જણાવાયું છે.

જોકે હવે પ્રવેશની કામગીરી પણ શાળા કક્ષાએ પૂર્ણ થઇ ગઇ છે. જેથી હવે પછી પ્રવેશ માટેની તારીખ લંબાવવામાં આવશે નહીં. આ અંગેની જાણ તમારા તાબા હેઠળની તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કરી દેવાની સૂચના જારી કરી છે.

મહત્વનું છે કે, રાજયમાં શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર 15 જૂનથી શરૂ થઇ જાય છે. દિવાળી પહેલાં કે પછી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે હજુ ડિસેમ્બર સુધી પ્રવેશની કામગીરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.