////

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરી

રાજ્યમાં કોરોના વાયરસ બાદ વધી રહેલા મ્યુકોરમાયકોસિસના કેસએ રાજ્ય સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા લોકો આ સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. હવે રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોરમાયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ વિશે ચર્ચાઓ દરમિયાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવે છે.

આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ સી એમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.

કોરોનાથી અત્યાર સુધી ઘણા લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત હવે કોરોનાની સારવારમાં અને તેની બાદ ભારતમાં મ્યુકોરમાયરોસિસ અથવા બ્લેક ફફંગસના કેસો વધી રહ્યા છે. આ ચેપ એટલો ગંભીર છે કે દર્દીઓને બચાવવા માટે તેમની આંખો પણ નીકાળવી પડે છે. મ્યુકોમાઇકોસિસ અથવા બ્લેક ફંગસના ઘણા પ્રકારો છે અને હવે સરકારે આ માટે કેટલાક સૂચના પણ જાહેર કરી છે. તેવા સમયે આવો જાણીએ આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઇએ.

મ્યુકોર માઇકોસિસમાં જોવા મળે છે આ તમામ લક્ષણો

આ રોગના કેટલાક લક્ષણોમાં માથાનો દુખાવો, દાંતના દુ: ખાવો, આંખો અથવા નાકની આસપાસ પીડા અને લાલાશ, તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, લોહીની ઊલટી, અનકંટ્રોલ ડાયાબીટીસ, બદલાયેલી માનસિક સ્થિતિ જે તમામ આ બિમારીના લક્ષણો છે.

Leave a Reply

Your email address will not be published.