/

કોરોના સામે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, માત્ર નમસ્તે લખો અને મેળવો!

કોરોનાએ આખા વિશ્વને ભરકી લીધુ છે અને જ્યાં જોઈએ ત્યા ફક્ત કોરોના સૂર સંભળાય છે જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 39 કેસ સામે આવ્યા છે..વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ સંપૂર્ણ ભારતને 21 દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.. રાજ્ય સરકાર પણ કોરોના સંક્રમણના નિવારણ માટે સતત પ્રયત્ન કરી રહી છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને કોરોના વાયરસની તમામ માહિતી મળી રહે તે માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જો કોઈ વ્યક્તિને કોરોના વાયરસ અંગે કોઈ માહિતી મેળવવી હોય તો “7433000104” આ નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે અને આ મેસેજમાં કોઈ પણ વ્યક્તિ દ્વ્રારા નમસ્તે લખવાનું રહેશે ત્યારબાદ મોબાઈલ ફોન પર કોરોનાની તમામ માહિતી મળશે.

Leave a Reply

Your email address will not be published.