///

રાજ્ય સરકાર કોરોના સામે શ્રેણીબદ્ધ પગલાં ભરી રહી છે- જીતુ વાઘાણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આગામી એક વર્ષ સુધી દેશના તમામ સાંસદના પગારમાં ૩૦% કાપ મુકવાનો તેમજ સાંસદોને વિકાસકાર્યો માટે મળતી બે વર્ષ સુધીની ગ્રાન્ટનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં સ્વાસ્થ્ય સેવાકીય સંસાધનોને વધુ સુદ્રઢ અને અસરકારક બનાવવા માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આવકાર્યો છે. રાજ્ય સરકાર પણ કોરોના વાયરસ મહામારીથી ગુજરાતને ઉગારવા માટે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સંવેદનશીલતા અને ગંભીરતા સાથે શ્રેણીબદ્ધ પગલાં ભરી રહી છે જેને ધ્યાનમાં રાખી જીતુ વાઘાણીએ કહ્યું -મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે ગુજરાતના તમામ ધારાસભ્યોના પગારમાં ૩૦% કાપ મુકી તે રકમનો અને ધારાસભ્યોને મળતી એક વર્ષની ગ્રાન્ટનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં પ્રજાહિતના કાર્યો માટે કરવાનો જે નિર્ણય કર્યો છે તે પ્રશંસાને પાત્ર છે.
તેઓ કહ્યું કે આપણે સરકાર દ્વારા સૌ નાગરિકોના હિતમાં જાહેર કરવામાં આવેલા નિયમો તેમજ અપાયેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી સંકટની આ ઘડીમાં જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે નાગરિકધર્મ બજાવવાની અપીલ પણ કરી હતી.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કોરોના મહામારી સામેની લડતના અનુસંધાને આગામી એક વર્ષ સુધી દેશના તમામ સાંસદોના પગારમાં ૩૦% કાપ મુકવાનો તેમજ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ એમ બે વર્ષ માટે સાંસદોને વિકાસ કાર્યો માટે મળવા પાત્ર ૧૦ કરોડ રૂપિયાની એમ.પી ગ્રાન્ટને અસ્થાયી રીતે સ્થગિત કરી આ રાશિનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં સ્વાસ્થ્ય સેવાકીય સંસાધનોને વધુ સુદ્રઢ અને અસરકારક બનાવવા માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published.