///

રાજ્યનો ગૃહ વિભાગ સોથી ભ્રષ્ટ વિભાગ તરીકે ઉભરી આવ્યો

રાજ્યનો ગૃહ વિભાગ ACBના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં સૌથી વધુ ભ્રષ્ટ વિભાગ તરીકે ઉભરી આવ્યો છે. ચાલુ વર્ષે ACBએ ભ્રષ્ટાચાર વિરોધી નોંધેલા કુલ કેસોમાં ગૃહવિભાગ સામે સૌથી વધુ 52 કેસ નોંધ્યા છે.

ACBએ તેના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં કૃષિ અને સહકાર વિભાગ સામે 13, પંચાયત તથા ગૃહનિર્માણ વિભાગ સામે 25, ગૃહ વિભાગ સામે 52 અને મહેસૂલ વિભાગ સામે 24 કેસ નોંધ્યા છે. આમ ગૃહ વિભાગ સૌથી વધારે ભ્રષ્ટાચાર પુરવાર થયો છે. ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 27 સરકારી વિભાગના પોણા બસોથી પણ વધારે કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. લાંચની આ રકમ 65,78,380 રૂપિયાને વટાવી જાય છે.

કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં પણ અધિકારીઓને લોકોના કામ કરવાના બદલે પોતાનું ઘર ભરવાનું વધારે યોગ્ય લાગ્યું છે. જો કે કપરી સ્થિતિમાં અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ છેવટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોની આંખે ચઢી ગઈ હતી.

મહત્વનું છે કે, સરકાર દ્વારા પૂરો પગાર ચૂકવાતો હોવા છતાં પણ સરકારી બાબુઓને ભ્રષ્ટાચાર વગર ચાલતું નથી. લાંચ લેતા અધિકારીઓના ક્રમ મુજબ જોઈએ તો ટોચના સ્તરે એટલે કે વર્ગ એકના છ, વર્ગ બેના 35, વર્ગ ત્રણના 136ની સાથે વર્ગ ચારના ત્રણ કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. કેટલાય અધિકારીઓ તો મળતિયાઓ દ્વારા લાંચ લેતા પકડાયા છે.

Leave a Reply

Your email address will not be published.