/

પ્રવાસીઓને ફરવા માટે હવે રાજ્ય છે પહેલી પસંદ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ છે. જેના પગલે સરકાર દ્વારા ચાર મુખ્ય શહેરોમાં રાત્રિ કરર્ફ્યુ લાદ્યો છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણ અને રાત્રિ કરર્ફ્યુના કારણે ટુરિઝમ ઈન્ડસ્ટ્રીની હાલત ફરી એક વખત કફોડી બની છે.

મહારાષ્ટ્ર, ગોવા સહિત અન્ય રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ ફરજિયાત થતાં સાઉથ ગુજરાતના ટુરીઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ કરાયેલા બુકીંગમાંથી 80 ટકા એડવાન્સ બુકિંગ લોકોએ કેન્સલ કરાવી દીધા છે. જેથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

દિવાળી વેકેશનમાં સાઉથ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો અન્ય રાજ્યોમાં જતા હોય છે. પરંતુ અચાનક જ કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધતાં લોકોએ અગાઉ કરેલા એડવાન્સ બુકિંગ કેન્સલ કરવા લાગ્યા છે. લોકો ગુજરાતમાં 500 કિલોમીટરમાં આવતાં જ વિસ્તારોમાં ફરવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. અગાઉ અન્ય રાજ્યોમાં કરવામાં આવેલા બુકિંગ મોટા ભાગે કેન્સલ થઈ રહ્યા છે. જેમાં હાલ સુધીમાં આશરે 80% બુકિંગ કેન્સલ થયા છે.

મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કરાયેલ બુકિંગ લોકો કેન્સલ કરી રહ્યા છે તેનુ એક કારણ તો એ છે કે ત્યાંની સરકારે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યા છે અને કેટલાક લોકો આ ટેસ્ટ કરાવવા માંગતા નથી. ટેસ્ટના કારણે લોકો ભયભીત પણ છે. આ જ કારણ છે કે 80 ટકા લોકોએ બુકિંગ કેન્સલ કરાવી દીધા છે.

સૌથી મોટી મુશ્કેલી ટુરિઝમ વિભાગ સાથે સંકળાયેલા લોકોની એ છે કે બુકિંગ એક તરફ કેન્સલ થઈ રહ્યા છે. સાઉથ ગુજરાતમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બીજી બાજુ એરલાઈન્સ કંપની રિફંડ આપવા તૈયાર નથી. જેનાથી બંને બાજુએથી પૈસા ડૂબી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.