///

કાશ્મીર બન્યું ઠંડુગાર, રાજ્યમાં આગામી દિવસોમાં વધી શકે છે ઠંડી

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી હિમવર્ષાને પગલે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. તંગમાર્ગના ડ્રંગ ક્ષેત્રમાં ડિસેમ્બરમાં 10 વર્ષમાં સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. માઉન્ટ આબુમાં પણ છેલ્લા 11 દિવસથી પારો 0થી 1 ડિગ્રીની આસપાસ રહેતા બરફ જામી રહ્યો છે. તેને પગલે ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં ઠંડીનો ચમકારો વધી શકે છે.

હિમાચલ પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં કાતિલ ઠંડી પડી રહી છે. લાહોલ સ્પિતિના કાજામાં દેશની સૌથી ઊંચી આઈસ હોકી રિંગ છે. અહીં 3720 મીટર ઊંચાઈ પર તાપમાન માઈનસ 20 ડીગ્રી સુધી પહોંચી ગયુ છે.

આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ બે ત્રણ દિવસથી પારો ગગડી રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યાં અનુસાર ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર શરુ થઇ છે. ભોપાલમાં રાત્રે તાપમાનમાં 1થી 2 ડીગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. છતરપુર, રીવા અને પન્ના સહિતના જિલ્લામાં કોલ્ડ વેવ જોવા મળી શકે છે. તેથી અહીં યલો અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સાથે સાથે તાપમાન આજે 3 ડીગ્રી રહેવાનો અંદાજ છે. આગામી દિવસોમાં તાપમાન 3-4 ડીગ્રી વચ્ચે રહેશે. જ્યારે લુધિયાણામાં બે દિવસ 2 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આજે પણ આ જ સ્થિતિ રહેશે. 27 ડિસેમ્બરે સામાન્ય વરસાદ રહી શકે છે.

રાયપુર સહિત રાજ્યમાં ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. રાત્રે તાપમાન 1થી 3 ડીગ્રી સુધી વધ્યું છે. છત્તીસગઢમાં સૌથી ઠંડી જગ્યા જગદલપુર રહી. અહીં મિનિમમ ટેમ્પરેચર 8.1 ડીગ્રી નોંધાયું છે. શુક્રવારે ઉત્તર છત્તીસગઢ સહિત અમુક વિસ્તારોમાં ભારે ઠંડી જોવા મળી હતી. ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, રાયપુરનું તાપમાન 3 ડીગ્રી ઓછું થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.