////

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા, 50 દર્દી થયા સ્વસ્થ

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 28 દર્દીઓ નોંધાયા છે. તેની સામે 50 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. જ્યારે કુલ રિકવર દર્દીઓ 8,14,109 છે.

રાજ્યમાં કોવિડ-19 ના 28 દર્દીઓ નોંધાયા છે અને રાજ્યભરમાંથી 50 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટમાં સતત સુધારા સાથે 98.73 ટકા જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,14,109 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 289 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 05 છે. 384 લોકો સ્ટેબલ છે.

Leave a Reply

Your email address will not be published.