////

રાજ્યમાં કોરોનાના નવા 1281 કેસ નોંધાયા, 8ના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ હજુ યથાવત છે. ત્યાર રાજ્યમાં નવા 1281 કોરોનાના દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1274 દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે રાજ્યમાં 8 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,91,642 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,75,362 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,823 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવર થવાનો દર 91.50 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં 4,89,222 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,89,136 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 86 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 12,457 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 83 છે. જ્યારે 12,374 લોકો સ્ટેબલ છે. 1,75,362 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,823 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 8 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1 અને પાટણમાં 1 સહિત કુલ 8 લોકોનાં મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.