///

આ વર્ષે રાજ્યમાં નહીં યોજાય આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, હાઈકોર્ટની ટકોર બાદ સરકારનો નિર્ણય

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યોજાતો આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ-2021 રદ્દ કરવામાં આવ્યો છે. આગામી વર્ષે યોજનારો પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. પતંગોત્સવ માટે વિદેશી પતંગોબજારોમાં પણ નીરસતા જોવા મળી હતી અને પતંગોત્સવ યોજાશે તો કોરોના સંક્રમણ ફેલવાનો પણ ભય છે.

ગુજરાત સરકારે હાઈકોર્ટની ટકોર બાદ આ નિર્ણય લીધો છે. જોકે ઉત્તરાયણ પર્વને લઈને સરકાર SOP જાહેર કરી શકે છે. સાથે જ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં પોલીસ મોનિટરીંગ રાખશે.
જેમાં નિયમ વિરુદ્ધ લોકો એકઠા થશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી બાજુ પતંગ ખરીદીને લઈને પણ નિયમો જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.