///

અર્નબ ગોસ્વામીની ધરપકડ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યું આ નિવેદન

ખાનગી ચેનલના ચીફ એડીટર અર્નબ ગોસ્વામીની ધરપકડને લઇને ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ એકવાર ફરી લોકશાહીને શર્મસાર કરી છે. તો
અમિત શાહે અર્નબ ગોસ્વામીની ધરપકડને લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો ગણાવ્યો છે.

આ સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અને તેમના સહયોગીએ એકવાર ફરી લોકશાહીને શર્મસાર કરી છે. ખાનગી ચેનલના અર્નબ ગોસ્વામી સામે રાજ્યની સત્તાનો દુરુપયોગ વ્યક્તિગત સ્વતંત્રતા અને લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો છે. આ કટોકટીની યાદ અપાવે છે. સ્વતંત્ર મીડિયા પર આ હુમલાનો વિરોધ થવો જોઇએ અને તેનો વિરોધ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આત્મહત્યાના જૂના કેસમાં મુંબઇ પોલિસે આજે સવારે ખાનગી ચેનલના ચીફ એડીટર અર્નબ ગોસ્વામી પર કાર્યવાહી કરતા તેમની ધરપકડ કરી છે. મુંબઇ પોલીસે અર્નબ ગોસ્વીના નિવાસ પર પહોંચી તેમની ધરપકડ કરી છે.

અર્નબ ગોસ્વામીનો મહારાષ્ટ્રની CIDએ 2018માં ઇંટીરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને તેમની માતા કુમુદ નાઇકની આત્મહત્યાની તપાસ હેઠળ ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અર્નબ ગોસ્વામીને અલીબાગ લઇ જવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.