/

રાજ્યના અશ્વને કોરોના જેવો ગંભીર રોગથી ફફડાટ જાણો ક્યાં બની આ ઘટના

મહિસાગર જિલ્લાનાં સંતરામપુરમાં એક ખાનગી હોર્સ ફાર્મના પાંચ ઘોડાને ગ્લેન્ડર્સ નામનો જીવલેણ રોગ જોવા મળયો છે. જેનાં કારણે જિલ્લા પશુ ડોકટરોમાં દોડધામ મચી ગઇ છે. ગ્લેન્ડર્સ નામનો ચેપી રોગ જે ૫ ધોડાઓને થયો હતો તેને ડોકટરોની ટીમે ઝેરી ઇન્જેકશન આપીને મોતને ઘાટ ઉતારી દીધા છે. સંતરામપુર નગર પાલિકા વિસ્તારમાં આવેલા પ્રતાપપુરામાં અબ્દુલસત્તાર હોસ ફાર્મ ચલાવે છે. અઠવાડિયા પહેલા તેમનો એક ઘોડો બિમાર પડતા તેની સારવાર માટે એક વેટરનરી ડોકટરને બોલાવ્યા હતાં. ત્યારબાદ ડોકટરે ઘોડાના બ્લડ સેમ્પલ લઇને તપાસ માટે અમદાવાદની એડીઆઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. પરંતુ તપાસનું પરિણામ આવે તે પહેલા જ ઘોડો મૃત્યુ પામયો હતો. બાદમાં જયારે ૪થી ૫ દિવસ બાદ ઘોડાનો રિપોર્ટ આવ્યો ત્યારે તેને ચેપી ગ્લેન્ડર્સ રોગ હોવાનું ખુલ્યુ હતું.

આ રોગ ઘોડા, ખચ્ચર, ગધેડા જેવા પ્રાણીઓમાં જોવા મળે છે. જે ઝડપથી પ્રસરી જાય છે. ગ્લેન્ડર્સનો ચેપ લાગે તેના અઠવાડિયામાં જ પશુનું મોત થઇ જાય છે. જેથી ઘોડાનું મોત થતા જિલ્લા પશુ ડોકટરો હોર્સ હાઉસમાં બીજા ઘોડાઓનાં તપાસ માટે પહોચી હતી. જેથી વેટરનરી ડોકટરોએ તમામ ઘોડાઓના લોહીના નમૂના લઇને તપાસ માટે અમદાવાદની એડીઆઇ લેબોરેટરી ખાતે મોકલી દીધા હતાં. જેમાં ૫ ઘોડાઓનો રિપોર્ટ ગ્લેન્ડર્સ પોઝિટીવ આવ્યા હતાં. જેથી આ રોગ ચેપી ગ્રસ્ત હોવાથી બીજા ઘોડાઓ કે પશુઓમાં ના પ્રવેશે તે માટે ગ્લેન્ડર્સગ્રસ્ત પાંચ ઘોડાને ઝેરના ઇન્જેકશનો આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. જેથી પશુચિકિત્સકોની ટીમે સંતરામપુરનાં ૧૭૮ પશુઓના બ્લડ સેમ્પલો લીધા હતા અને સંતરામપુર તાલુકાથી ઘોડાને અંદર પ્રવેશ વા તથા અંદરથી બહાર લઇ જવા માટે પ્રતિબંધ ફરમાવીને જાહેરનામું બહાર પાડયુ છે. 

Leave a Reply

Your email address will not be published.