/

કોરોનાને લઇ સતર્કતા દાખવજો નહિ તો ડોક્ટર જ નહિ પોલીસ પણ કરી શકે છે કાર્યવાહી

કોરોનાના કહેરને લઇને સરકાર સર્તક બની છે. કોરોના એટલી ભયાનક મહામારી છે કે જે લોકોને ચેપ લાગવાથી ફેલાવવાની શરૃઆત કરે છે. એવામાં વિદેશથીી આવેલા લોકોના તપાસ માટે સરકારે ૧૪ દિવસ સુધી મુસાફરોને કોરોનટાઇન કરવાના આદેશ આપ્યા છે. એવામાં જુનાગઢમાં પણ એક યુવકને કોરોનટાઇન કરવામાં આવ્યા હતાં. એવામાં કોરોનટાઇન કરેલા એક શખ્સ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો. જેથી આરોગ્યની ટીમ અને પોલીસ દોડતી થઇ હતી અને કોરોનટાઇન કરેલા શખ્સની શોધખોળ શરૂ કરી હતી. જેથી પોલીસ અને આરોગ્ય વિભાગે તે યુવકની શોધખોળ કરતા યુવક ઘરે હોવાનુ માલૂમ પડયુ હતુ.

જેથી પોલીસ અને આરોગ્યની ટીમે યુવકના ઘરે પહોંચીને તેની ધરપકડ કરીને કોરોન્ટાઇન ભંગ કરવાનો ગુનોં નોંધયો હતો. જુનાગઢનો યુવાન દુબઇથી આવ્યા બાદ કોરોનટાઇનમાં રખાયો હતો. હવે ફરી આ યુવકને ૧૪ દિવસ કોરોનટાઇનમાં રાખવામાં આવશે. તેમજ યુવકના લોહીના નમૂના જામનગરની લેબોરેટરીમાં તકપાસ માટે મોકલવામાં આવશે. તેમજ યુવકના સંપર્કમાં જેટલા લોકો આવ્યા હશે અને તેના પરિવારજનોની પણ તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.